KEYUR PARMAR – DAHOD
પોલીસ અધિક્ષક મનોજ નિનામાએ જીલ્લામાં દારૂની હેરફેરી અને અસમાજિક પ્રવૃત્તિ આચારતા અને પ્રોહી બંદી અટકાવવા સારૂ નાકાબંધી, વાહન ચેકિંગ કરવા એલ.સી.બી. ઇન્ચાર્જ પો.ઇન્સ. આર.એમ. પરમાર ને જરૂરી સૂચના કરેલ. જે આધારે આજ રોજ એલ.સી.બી.ઇન્ચાર્જ પો.ઇન્સ આર.એમ.પરમાર તથા એલ.સી.બી. સ્ટાફના માણસો તથા દાહોદ રૂરલ પો.સ્ટે.સ્ટાફના માણસોની જુદી-દુડી ટીમો બનાવી દાહોદ રૂરલ પો.સ્ટે.વિસ્તારમાં પ્રોહી અંગે વાહન ચેકિંગ નાકાબંધી દરમિયાન મળેલ બાતમીના આધારે રાણાપુર મહુડી ફળિયા રોડ ઉપર નંબર વગરની પીકઅપ બોલેરો ગાડીમાં વિદેશી દારૂ ભરી આવનાર છે.
જે બાતમીના આધારે રાણાપુર રોડ ઉપર પ્રોહી વોચમાં હતા દરમિયાન નંબર વગરની એક બોલેરો ગાડી આવતા ગાડીના ચાલકે પીકઅપ ગાડી રોડ ઉપર ત્રાસી કરી ગાડી મૂકી ચાલક નાસી ગયેલ જે પીકઅપ ગાડીનો ચાલક મહેશ પિતા ભૂરીયા રહે.ડુંગરા, તા.જી.દાહોદની નંબર વગરની પીકઅપ બોલેરો ગાડીમાં કુલ બોટલ નંગ – ૩૬૩૪ કુલ કિમંત રૂપિયા ૨,૫૮,૮૫૦/- તથા પીકઅપ બોલેરો ગાડીની કિમંત રૂપિયા ૪,૦૦,૦૦૦/- મળી કુલ મુદ્દામલ કિમત રૂપિયા ૬,૫૮,૮૫૦/- નો કબ્જે કરી નાસી જનાર આરોપી વિરુદ્ધ દાહોદ રૂરલ પો.સ્ટે.માં પ્રોહી એક્ટ મુજબનો ગુન્હો રજી. કરવમાં આવેલ છે. આમ દાહોદ પોલીસને રાણાપુર ગામેથી વિદેશી દારૂ ભરેલ નંબર વગરની પીકઅપ બોલેરો ગાડી સાથે કિમંત રૂપિયા ૬,૫૮,૮૫૦/- નો વિદેશું દારૂ પકડી પાડવામાં સફળતા મળેલ છે.