આપણી ભારતીય સંસ્કૃતિમાં વિશિષ્ટ કાર્ય કરતી “વ્યક્તિ વિશેષ” ના સન્માન કરવાની પરંપરા રહી છે. આ જ પરંપરામાં આજે તા.૨૯/૦૮/૨૦૨૨ ને સોમવારના રોજ દાહોદ પોલીસ ખાતામાં નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી અન્ય સ્થળે સ્થળાંતરિત થતા અધિકારી એચ.જે.બેન્કર્સ (Dy. S.P.), બી.ડી. શાહ (LCB P. I.), વી.પી. પટેલ (દાહોદ ટાઉન P. I.) નો વિદાય સમારંભ કોમ્યુનીટી હોલ (પ્રસંગ પાર્ટી પ્લોટ) ગોવિંદ નગર, દાહોદ ખાતે સાંજના ૦૭:૦૦ કલાકે કર્મવીર સન્માન સમિતિ, દાહોદ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દાહોદ જિલ્લા સાંસદ જશવંતસિંહ ભાભોર, જિલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીણા, દાહોદ નગર પાલિકા પ્રમુખ રીનાબેન પંચાલ, સુધીરભાઈ લાલપુરવાલા, ધર્મેન્દ્રભાઈ (મુન્ના) યાદવ તથા દાહોદના દરેક સમાજ, સંસ્થા અને શાળા મંડળ સંચાલકો તથા અગ્રણી ઉપસ્થિત રહ્યા હતા.
આ ત્રણે પોલીસ અધિકારીઓ દાહોદમાં પાછલા અમુક વર્ષોથી એકધારી ફરજ બજાવી રહ્યા છે. અને તેમણે દાહોદ ની જનતામાં અને નાના માં નાની વ્યક્તિઓ જોડે સુમેળ ભર્યા સંપર્કમાં રહ્યા છે. તે ભલે ને પછી કોરોના જેવો કપરો સમય ગાળો હોય કે પછી કોઈ અન્ય તકલીફ હોય આ અધિકારીઓ દરેકને પડખે ઊભા રહ્યા છે. દરેક પોલીસ સ્ટેશન માં લખેલ હોય છે કે “May I Help You ?” આ ઉક્તિને તેઓએ સાર્થક કરી બતાવી છે. દાહોદ જિલ્લામાં જેમની ફરજનો પ્રોબેશન પીરીયડ શરૂ થયો તેવા વી. પી. પટેલ સાહેબનો દરેક વ્યક્તિ જોડે અજોડ સંબંધ બંધાયેલ તેથી જ આજે તેઓની જ્યાં જ્યાં પોસ્ટિંગ થાય ત્યાં લોકો તેમને હરહંમેશ યાદ કરતા હોય છે તેવી જ રીતે બી. ડી. શાહ LCB પી. આઇ. તરીકે દાહોદના લીમખેડા થી પોતાની શરૂઆત કરી દાહોદમાં ફરજ બજાવી રહ્યા છે ત્યારે તેઓએ પણ કોઈ દિવસ સમય સંજોગો દેખ્યા નથી અને પોતાની ફરજ નિષ્ઠા થી બજાવેલ છે. કહેવાય છે કે “ત્રણ P” હંમેશા એકબીજાના પૂરક રહ્યા છે. (૧) પોલીસ, (૨) પોલિટીશ્યન અને (૩) પ્રેસ (મિડિયા). અને આ ત્રણેય લોકો એકબીજાને મદદરૂપ થઈ લોકસેવાના કાર્યમાં જોડાઈ રહે છે ત્યારે આપણે આ ત્રણેય પોલીસ અધિકારી પોતાની ફરજ ઉપર ઉત્તરોત્તર પ્રગતી કરે તેવી NewsTok24 પરિવાર તરફથી હાર્દિક શુભકામના.