દાહોદ બુરહાની અને જમાલી ઇંગલિશ મીડીયમ ની શાળા દ્વારા ઉઘરાવતા ડોનેશન ના વિરોધમાં ભૂખ હડતાલ પર તારીખ 30-01-16ન રોજ અનીશ રણપુરવાળા બેઠેલ અને આજે ચોથો દિવસ થતા તંત્ર હરકતમાં આવ્યું અને દાહોદ જિલ્લા શિક્ષણ અધિકારી નિનામાએ જાતે અનીશ જ્યાં ભૂખ હડતાલ ઉપર બેઠો હતો ત્યાં જય તેની મુલાકાત લઇ તેની રજૂઆતો સાંભળી અને આ બાબતે તેઓએ તાલુકા શિક્ષણા અધિકારી સાથે વાત કરી અને ઇન્ચાર્જ તાલુકા શિક્ષણ અધિકારી પરમાર અને તેમને સાથે અન્ય ત્રણ સભ્યો ની સમિતિ બનાવી તેમની રજુઆતો ને જિલ્લા શિક્ષણ અધિકારીએ કેહતા તાલુકા શિક્ષણ અધિકારી દ્વારા તેમની કચેરીએ લેખિત માં તાપસ કરી કાર્યવાહી કરવાની બાંહેધરી આપતા અચોક્કસ મુદ્દત ની ભૂખ હડતાલ ઉપર બેઠેલા અનીશ રાણાપુરવાળાએ પારણાં કર્યા હતા અને જણાવ્યું હતું કે આ બંને સંસ્થાઓ જમણી અને બુરહાની ના ટ્રસ્ટીઓ ગરીબોના બાકોને તે ભણાવજ નહીંદે આ બાબતે આવેલ તાલુકા શિક્ષણ અધિકારીને રજૂઆત કરતા જણાવ્યું હતું કે બુરહાનીમાં તો આચાર્ય પણ લેટર વગર નોકરી કરે છે.અને આ ટ્રસ્ટઓ જે ડોનેશન ઉઘરાવે છે તેઓ તો પી.ટી.આર. માં પણ નથી નોંધાયેલ અને આ લોકો કેવી રીતે વહીવટ કરે છે.ધર્મ ના આધારે ગેર વહીવટ કરી લોકોને હેરાન કરે છે જેથી આ સદર બાબતે તાપસ થાય અને દોષિયો ને સજા થાય નહિ તો હું થોડા દિવસનો રાહ જોયા બાદ હવે વગર જાણ કરે આત્મા વિલોપન કરીશ અને મારી મોટ માટે આ બધા જવાબદાર હશે તેવું કહી અને પછી તૈથી તેઓને દાહોદ સિવિલ હોસ્પિટલ ખાતે ચેક અપ માટે લઇ જવામાં આવ્યા હતા અને ત્યાં તેમનું ચેક અપ કરી સારવાર કરવામાં આવી હતી.
દાહોદ બુરહાની અને જમાલી ઇંગલિશ મીડીયમ ની શાળા દ્વારા ઉઘરાવતા ડોનેશન ના વિરોધમાં ભૂખ હડતાલ પર બેઠેલ ઈસમને ડી.ઓ કચેરીએ બાંહેધરી આપી પારણાં કરાવ્યા
HIMANSHU PARMAR DAHOD
નોંધ- તાલુકા શિક્ષણ અધિકારીએ આ લેખિત બાંહેધરી જાહેરમાં વાંચી સમ્ભળાવી હતી.
RELATED ARTICLES