THIS NEWS IS SPONSORED BY –– SHRI KRISHNA SWEETS
દાહોદ શહેર ભાજપાની આગામી કાર્યક્રમોને અનુલક્ષીને મહત્વની બેઠક યોજાઇ. આગામી તા.૧૯/૦૪/૨૦૨૨ ના રોજ દેશના લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દાહોદની મુલાકાતે આવવાના છે. તેને અનુલક્ષીને મહત્વની બેઠક જિલ્લા અધ્યક્ષ શંકરભાઈ આમલીયારની અધ્યક્ષતામાં યોજાઈ. બેઠકમાં ગુજરાત સરકારના પૂર્વ મંત્રી અને દે. બારીયાના ધારાસભ્ય બચુભાઇ ખાબડ પણ ઉપસ્થિત રહ્યા હતા.
THIS NEWS IS POWERED BY –– RAHUL HONDA
આગામી તા. ૦૫/૦૪/૨૦૨૨ ના રોજ થનાર ભવ્ય સક્રિય સભ્ય સંમેલન અને તા. ૦૬/૦૪/૨૦૨૨ના રોજ ભારતીય જનતા પાર્ટી સ્થાપના દિવસની ઉજવણીને અનુલક્ષીને વિસ્તૃત માહિતી અપાઈ હતી. વધુમાં ટિફિન બેઠક, કુપોષિત બાળકોને દત્તક લેવા જેવા અન્ય કાર્યક્રમોને અનુલક્ષીને પણ ચર્ચા થઈ હતી. બેઠકમાં જિલ્લાના મહામંત્રી નરેન્દ્રભાઈ સોની અને કનૈયાલાલ કિશોરીએ પણ ઉદ્દબોધન આપ્યું હતું. નગરપાલિકા પ્રમુખ રીનાબેન પંચાલ, દાહોદ શહેર ભાજપા પ્રભારી ભરતસિંહ સોલંકી સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.