દાહોદ ભારતીય જનતા પાર્ટી દ્વારા ૧૩ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન આઝાદીના પંચોતેર વર્ષ સમગ્ર દેશ ઉજવી રહ્યો છે ત્યારે દાહોદમાં પણ અવનવા કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. જેના ભાગ રૂપે આજે દાહોદ ભારતીય જનતા પાર્ટી દ્વારા ભગિની સમજ ચોક થી મશાલ તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલી ભગિની સમાજ ચોક થી શરૂ કરી અને વિવેકાનંદ ચોક ખાતે સમાપન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં ભાજપ શહેર મહામંત્રી અર્પીલ શાહ, યુવા મોરચાના અલય દરજી, હાર્દિક બારીયા, રાજેશ પંચાલ, હસમુખ પંચાલ , અનીતબેન ચૌહાણ, નગર પાલિકા પ્રમુખ રીનાબેન પંચાલ , સંતોષબેન તથા મહિલા મોરચાની બહેનો તેમજ દાહોદ યુવા મોરચાના ટીમ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
દાહોદ ભારતીય જનતા પાર્ટી દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત મશાલ તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું
RELATED ARTICLES