KEYUR PARMAR – DAHOD
દાહોદમા મહિલા સશક્તિકરણ સપ્તાહની ઉજવણી ચાલી રહી છે ત્યારે દાહોદ જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન થઇ રહ્યું છે. જેના ભાગ રૂપે આજે દાહોદ બ્લાઇન્ડ વેલ્ફરએ કાઉન્સિલ ખાતે સવારે ૧૦:૩૦ કલાકે મહિલા સશક્તિકરણ પખવાડિયાના ભાગ રૂપે એક કાર્યક્રમ યોજાયો હતો જેમાં દાહોદ જિલ્લા કલેકટર જે. રંજીથકુમાર, ડી.ડી.ઓ. સુજલ મયાત્રા, ડી.વાય.એસ.પી તેજસ પટેલ, પાલિકા પ્રમુખ સંયુક્તાબેન મોદી, બરોડા લાયનના પટેલ, દાહોદ બ્લાઇન્ડ વેલ્ફર કાઉન્સિલના યુસુફી કાપડિયા, રંજનબેન રાજહંસ, દાહોદ લાયન પ્રેસિડેન્ટ વી.એમ. પરમાર તેમજ સમાજ સુરક્ષા અધિકારી, ઈલેક્શન ઓફિસર પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા હતા,
આ પ્રસંગે મહિલાને મજબૂત બનાવવા માટે દાહોદ પાલિકાના પ્રમુખ સંયુક્તાબેન મોદીએ પ્રવચન કર્યું હતું, જયારે પ્રજાપતિએ દિવ્યાંગોને A થી I સુધીની તમામ કેટેગરીના તમામ પ્રશ્નો વિથ ડિસેબલમેન્ટનાઓને જે ૧૮ વર્ષ અને તેથી ઉપર છે તેઓને મતના અધિકાર મળશે અને તેઓ પણ રજિસ્ટ્રેશન કરવા માંગતા હોય તેઓએ પણ ફોર્મ ૮ અને ૬ જરૂરત મુજબ ભરવાના છે.
આ બાબતે દાહોદ જિલ્લા કલેકટરે પણ દાહોદ બ્લાઇન્ડ વેલ્ફર કાઉન્સિલ ખાતે કહ્યું હતું હું દાહોદ બ્લાઇન્ડ વેલ્ફરએ કાઉંસિલથી ખુબ ઇમ્પ્રેસ્સ થયો અને ખાસ કરીને યુસુફીભાઈનું જે કેહવું છે કે દેશમાં કોઈ પણ માણસ નકામો નથી જો એને થોડીક મદદ કરીને શીખવાડવામાં આવે તો ગમે તે વ્યક્તિ હોય દિવ્યાંગ હોય તે કોઈને કોઈ ઉપયોગિતામાં સહભાગી બનીજ જશે. અને ત્યારે બાદ વિશ્વ આદિવાસી દિવસને પણ યાદ કરીને કહ્યું કે આ દિવસે દરેક આદિવાસીઓને મફત ૧૧ સાગનાં રોપા આપવામાં આવશે તેઓ લઈ જાય અને રોપે અને એક સાગ ૮ વર્ષે મોટું થાય પણ એક લાખનું એક હોય જો એવા ૧૧ રોપાનું ધ્યાન રાખે તો ૧૦ લાખ જેટલા તો તેઓ ને ૮ વર્ષ પછી મળે જ. જેનાથી દીકરી કે દીકરો ભણાવી શકાય, દીકરીના લગ્ન થઇ શકે. અને દરેક દિવ્યાંગો અને આદિવાસી ભાઈ બહનોને કોઈ પણ તકલીફ હોય તો રજુઆત કરવા જણાવ્યું હતું અને ત્યાર બાદ કલેકટર જે.રંજીથકુમાર દ્વારા દિવ્યાંગોને પ્રતીક રૂપે જરૂરિયાત કીટો અને સાધનોનું વિતરણ કરવાં આવ્યું હતું. અને ભવિષ્યમાં પણ આવા કોઈ પણ કાર્યોમાં સરકાર ની જે મદદની જરૂર પડશે તે કરી તેવી બાંહેધરી આપી હતી. કાર્યક્રમની આભાર વિધિ દાહોદ બ્લાઇન્ડ વેલ્ફરએ કાઉંસિલ ના મેનેજીંગ ટ્રસ્ટી યુસુફીભાઈ કાપડિયાએ કરી હતી અને તમામ મંચસ્થ તેમજ મહેમાનોનો આભાર માન્યો હતો.