DAHOD DESK
- આ સમ્પ બનવાથી રેલ્વે અંડર બ્રીજમાં આવતા પાણીના નિકાલ થવાથી આજુબાજુના ગામો તથા દાહોદ શહેરની વસ્તીને બારમાસી વાહનવ્યવહારનો લાભ મળશે.
- કેન્દ્રીય આદિજાતિ રાજય મંત્રીશ્રી જશવંતસિંહ ભાભોર
દાહોદઃ શનિવારઃ દાહોદ-લીમડી-પેથાપુર-ચાકલીયા, ખરોદા રાણાપુર, દાહોદ રોડ ૧૫.૮૦ કિ.મીની લંબાઇનો હયાત ડામર સપાટી અન્ય જિલ્લા માર્ગ કક્ષાનો રસ્તો છે. દાહોદ-રાજસ્થાનને જોડતા આ મુખ્ય માર્ગ પર દાહોદ ખાતે રેલ્વેની નીચે પસાર થતો ૧ કિ.મી.નો અંડર બ્રીજ છે. જેમાં વારંવાર પાણી ભરાઇ જવાની સમસ્યાને લીધે દાહોદ અને ગોદીરોડ વિસ્તારના રહીશોના વાહનો તથા અન્ય વાહનો કે લોકોને આવવા જવામાં મુશ્કેલી પડતી રહે છે. આ સમસ્યાના નિકાલ માટે માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દાહોદ દ્રારા ૨૦૧૪-૧૫માં ૫ મીટર વ્યાસ તથા ૯.૧૫ મીટર ઉંડાઇનો સંપ કરવા માટેનું રૂ. ૩૫.૬૫ લાખ રકમનું ટેન્ડર મંજુર થયેલ છે.
આ નિર્માણ પામનાર સમ્પનું ખાતમુહૂર્ત ભારત સરકારના આદિજાતિ વિકાસ રાજયમંત્રી શ્રી જશવંતસિંહ ભાભોરના હસ્તે અને રાજયના પશુપાલન અને ગૈાસંવર્ધન રાજય મંત્રીશ્રી બચુભાઇ ખાબડ, ગુજરાત પ્રદેશ મહામંત્રીશ્રી અમિતભાઇ ઠાકર, ગુજરાત પ્રવાસન નિગમના ડીરેકટર શ્રીસુધીરભાઇ લાલપુરવાલા, નગરપાલિકા પ્રમુખ શ્રીમતીસંયુકતાબેન મોદી, ઉપપ્રમુખશ્રી ગુલશનભાઇ બચાણી, અગ્રણીશ્રી દિપેશભાઇ લાલપુરીયા, જિલ્લા-તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, અગ્રણીઓ, નગરજનો વગેરેની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.
સદર સંપ બનવાથી રેલ્વે અંડર બ્રીજમાં આવતા પાણીના નિકાલ થવાથી આજુબાજુના ગામો તથા દાહોદ હશેરની વસ્તીને બારમાસી વાહન વ્યવહારનો લાભ મળશે.