Breaking દાહોદ : દાહોદ રેલ્વે સ્ટેશન અંડર બ્રિજ પાસે રાજધાની સાથે એક મોટી દુર્ઘટના ટળી
THIS NEWS IS SPONSERED BY RAHUL HONDA
દાહોદ રેલવે સ્ટેશન પાસે મેઘદૂત સોસાયટીમાં રહેતા એક રહીશના ઘરે મકાનમાં કોઈ ન હોઈ સાંજે 7.30 કલાકે 7 થી 8 ઈસમો ઘરના પાછળ કમ્પાઉન્ડમાં પડેલ લોખંડ નો ભંગાર ચોરી કરવાના ઇરાદે આ ઘરમાં ઘુસ્યા હતા. ચોરોનું ઘરમાં ઘૂસવું અને માલિક નું ઘરે આવવું થતા તેને શંકા જતા બૂમ બૂમ કરતા આજુબાજુ ના લોકો દોડી આવતા ચોરોએ રેલવે ટ્રેક ઓળંગીને નાસતા હતા. મકાન માલિક આવી જતા જેના હાથમાં જે આવ્યું તે લઇ ને ચોર નાસ્યા હતા. તેવા સમયે ભાગવા જતા છેલ્લો ચોર જે ટ્રેક ઉપર થી પસાર થવા જઇ રહ્યો હતો તે ટ્રેક ઉપર અપ ટ્રેન રાજધાની હઝરત નિઝામુદ્દીન થી ત્રિવેન્દ્રમ આવી રહી હતી ચોર એ ટ્રેન સામે લોખંડનો દરવાજો ફેંકી ટ્રેક કૂદી ને નાસી છૂટ્યો હતો
પરંતુ લોખંડનો દરવાજો ટ્રેનના આગળ ના ભાગે અથડાયો હતો અને આશરે અડધો કિલોમીટર સુધી ઘસેડાયો હતો. ત્યારબાદ ઇમર્જનસી બ્રેક માર્ટા અડધો કિલોમીટર દૂર રાજધાની રોકાઈ હતી. રાજધાનીને રોકતા રેલ્વે ટેક્નિકલ સ્ટાફ અને ડ્રાઈવર દ્વારા તેનું ઇનજીન ચેક કરવામાં આવ્યું હતું, અને 15 થી 20 મિનીટ બાદ રાજધાની ને રવાના કરવામાં આવી હતી. સદનસીબે ડ્રાઈવરે સમય સુચકતા વાપરી ઇમર્જન્સી બ્રેક મારી ટ્રેન રોકી દેતા મોટી દુર્ઘટના ટળી હતી
અને ઘટના થયા પછી પણ રેલવે ના અધિકારી અને દાહોદ RPF એ આ સમગ્ર મામલો દબાવવા ની કોશિશ કરી હતી અને મીડિયાને જાણ ન થાય તેના માટે પુરા પ્રયત્નો કર્યા હતા પણ તેઓ નિસફળ રહ્યા હતા. સૂત્રો એ જણાવ્યા મુજબ ટ્રેનનું સ્ટોપેજ દાહોદ ન હોવા છતાં 15 થી 20 મિનિટ રોકતા ડ્રાઈવર ને રતલામ ઓફીસ દ્વારા મેમો આપવામાં આવ્યો હતો. આ તમામ ઘટના આજ રીતે ઘટી છે અને RPF જે વ્યક્તિના ઘરે ચોરી થઈ ત્યાં પણ તપાસ કરવા ગઈ હતી પણ આ બાબતે તેઓ એ કોઈ જ ખુલાસો કરવા કે કેહવા તૈયાર નથી. તેઓ એ મૌન ધારણ કર્યું છે. આ મામલે RPF એ મોડી રાત્રે 12 વાગ્યા પછી ઘટના સ્થળની ફરી મુલાકાત લઈ ઊંડાણ પૂર્વક તપાસ શરૂ કરી છે