Friday, March 7, 2025
Google search engine
HomeDahod - દાહોદદાહોદ રોજગાર કચેરી ખાતે ૨૦૨૪ ના "રાજયકક્ષાના દિવ્યાંગ પારિતોષિકો" માટેની અરજીઓ તા.૧૭...

દાહોદ રોજગાર કચેરી ખાતે ૨૦૨૪ ના “રાજયકક્ષાના દિવ્યાંગ પારિતોષિકો” માટેની અરજીઓ તા.૧૭ માર્ચ ૨૦૨૫ સુધી સ્વીકારવામા આવશે

શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હસ્તકની રોજગાર અને તાલીમ નિયામક કચેરી, ગાંધીનગર દ્વારા રોજગારી (નોકરી) કરતા કે સ્વરોજગારી (વ્યવસાય કે ધંધો) કરતા દિવ્યાંગજન તેમજ દિવ્યાંગજનને વધુ રોજગારી આપનાર નોકરીદાતા તેમજ દિવ્યાંગજનને રોજગારી અપાવવા મદદ કરતા શ્રેષ્ઠ પ્લેસમેન્ટ ઓફિસરોને એવોર્ડ દ્વારા પ્રોત્સાહિત કરવામા આવે છે.

વર્ષ ૨૦૨૪ ના દિવ્યાંગ પારિતોષિક માટેની દાહોદ જીલ્લાના અરજદારો માટે નીચે જણાવેલ ૪ (ચાર) કેટેગરીની અરજીઓ તા.૧૭.૦૩.૨૦૨૫ સુધી જીલ્લા રોજગાર કચેરી, દાહોદ ખાતે મંગાવવામાં આવેલ છે.

  • શ્રેષ્ઠ કાર્યક્ષમ દિવ્યાંગ કર્મચારીઓ
  • સ્વરોજગાર કરતી દિવ્યાંગ વ્યક્તિઓ
  • દિવ્યાંગોને નોકરી રાખનાર શ્રેષ્ઠ નોકરીદાતાઓ
  • દિવ્યાંગ વ્યકિતઓને થાળે પાડવાની કામગીરી કરતાં પ્લેસમેન્ટ ઓફિસર્સનો સમાવેશ થાય. 

ઉકત ૪ (ચાર) કેટેગરી માટેના રાજય દિવ્યાંગ પારિતોષિક માટેની અરજીઓનો નિયત નમૂનો રોજગાર અને તાલીમ નિયામક ખાતાની વેબસાઈટ www.talimrojgar.gujarat.gov.in ઉપરથી અથવા જીલ્લા રોજગાર કચેરી, દાહોદ ખાતેથી “વિના મુલ્યે” તા.૧૭/૦૩/૨૦૨૫ સુધી અરજદાર મેળવી શકશે.

શ્રેષ્ઠ દિવ્યાંગ કર્મચારી કે સ્વરોજગારી કરનાર ૪૦% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા અંધ, બહેરા-મુંગા, અપંગ, રક્તપિત્ત યુક્ત તથા મંદબુધ્ધિવાળા દિવ્યાંગ વ્યક્તિઓ તથા ૪૦% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિને કામે રાખનાર નોકરીદાતા તથા પ્લેસમેન્ટ ઓફિસરોએ નિયત અરજી ફોર્મ તા.૧૭/૦૩/૨૦૨૫ સુધીમાં સંપૂર્ણ વિગતો સાથે ભરીને અરજીમા જણાવેલ જરુરી સાધનિક દસ્તાવેજો સહિત ત્રણ નકલમાં જાહેર રજાના દિવસો સિવાય તેમજ કચેરી સમય દરમ્યાન જીલ્લા રોજગાર કચેરી, ત્રીજો માળ, જીલ્લા સેવા સદન, છાપરી, દાહોદ ખાતે રૂબરૂ આપવા જણાવવામાં આવે છે.

શ્રેષ્ઠ કર્મચારી કે સ્વરોજગારી, નોકરીદાતા તેમજ પ્લેસમેન્ટ ઓફિસરોએ પોલીસ વેરિફિકેશન પ્રમાણપત્ર પણ રજુ કરવાનુ રહેશે. રોજગારી (નોકરી) કે સ્વરોજગારી (ધંધો) કરનાર એ દિવ્યાંગતાની વિગતો સાથે આવકની વિગતો દર્શાવવાની રહેશે. તેમજ રોજગારી આપનાર (નોકરીદાતા) એ છેલ્લા ત્રણ વર્ષમા દિવ્યાંગજનને આપેલ રોજગારી વિગતો અને કયા પ્રકારના દિવ્યાંગને વધુ રોજગારી આપેલ છે તેની વિગતો તેમજ પ્લેસમેન્ટ ઓફિસરે છેલ્લા પાંચ વર્ષમા કરેલ કામગીરીની વિગતો રજુ કરવાની રહેશે.

તમામ અરજી ફોર્મમા કોલમ મુજબની પુરેપુરી વિગતો દર્શાવીને જરૂરી આધાર પુરાવા, બિડાણો સામેલ કરવાના રહેશે. વધુ માહિતી માટે જીલ્લા રોજગાર કચેરી, દાહોદનો સંપર્ક કરવા તેમજ અધુરી વિગત વાળી તેમજ નિયત સમય મર્યાદા બાદ આવેલ અરજીઓ સ્વીકારવામાં આવશે નહી તેમ દાહોદ રોજગાર અધિકારીશ્રી દ્વારા આપેલ યાદીમા જણાવાયું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments