BUREAUO REPORT
દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદ શહેર ખાતે આજે ભારત ની એકતા ના પ્રતીક અને લોહ પુરુષના બિરુદ થી નવાજાયેલ સરદાર વલ્લભભાઈ પટેલ ની 143મી જન્મ જયંતિ નીમીત્તે દાહોદ શહેર ના પડાવ વિસ્તારમાં આવેલ સરદાર ચોક ખાતે થી રન ફોર યુનિટી ની એક સફળ દોડ નું આયોજન કરવામાં આવ્યું હતું ભારત ની એકતા અને અખંડતાના પ્રતીક એવા સરદાર વલ્લભભાઈ પટેલની આ જન્મ જયંતિને ભારતીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
આ રન ફોર યુનિટી ની દોડમાં દાહોદ ની શાળાઓ ના બાળકો પોલીસ ટિમ ના કર્મચારીઓ વાલીઓ શિક્ષકો અને અન્ય ગામલોકોએ ભાગ લઇ આ દોડ ને સફળ બનાવી હતી. આ દોડ દાહોદ પડાવ ચોક થી નીકળી નગરપાલિકા ચોક , માણેક ચોક થી ભગિની સર્કલ થી સરસ્વતી સર્કલ થઇ અને સ્વામી વિવેકાનંદ ચોક ખાતે પહોંચી હતી અને જ્યાં આ રન ફોર યુનિટી નું સમાપન થયું હતું આ પ્રસંગે સરકારી હોસ્પિટલ દ્વારા એમ્બ્યુલન્સ ની સેવા પુરી દોડ દરમિયાન રખાઈ હતી જયારે પોલીસે પોતાની ટિમ આખા રસ્તે ગોઠવી અને ટ્રાફિક ની સમય ના થાય તેના માટે પૂરતી કાળજી લીધી હાતી.
બાઈટ — નીલકંઠ ઠાકર – દાહોદ રન ફોર યુનિટીની કન્વીનર