દાહોદ જીલ્લાના ના મુખ્ય મથક એવા દાહોદ શહેરના સીટી ગ્રાઉન્ડ ખાતે આજે રવિવારની રજા ના દિવસે ભીલ સમાજ સુધારણા મંડળ દાહોદ દ્વારા એક સુંદર મઝાના ઢોલમેળા નું આયોજન કરવામાં આવ્યું હતું ગરવી ગુજરાતના ગૌરવ અને આગવી ઓળખ એવી નૃત્યશૈલી, ગરબા, રાસ સમગ્ર વિશ્વમાં લાંબા સમયથી નૃત્ય તરીકે પ્રસિદ્ધ છે પરંતુ ગુજરાતની પ્રાચીન શૈલીમાં પરંપરાગત આદિવાસી નૃત્યની પ્રાદેશિક ધોરણે રહેલી વિવિધતા જીવંત રાખી વધુ લોકપ્રિય બનાવવા અવિરત પ્રયાસો થઇ રહ્યા છે વનવાસી નૃત્યને વિશ્વભરમાં આદિવાસી સંસ્કૃતિના પ્રતિક સમા ઢોલમેળા ને દાહોદ જીલ્લા ભીલ સમાજ સુધારણા મંડળ દ્વારા સુયોગ્ય અને સતત માર્ગદર્શન ઉત્કૃષ્ટ દેખાવ કરવા પ્રોત્સાહિત કરે છે આ ઢોલમેળાનો મુખ્ય હેતુ આદિવાસી સમાજમાંથી કુરિવાજો, અંધશ્રદ્ધાઓ, દારૂ વિગેરે છોડીને આજના સમાજ જોડે કદમ થી કદમ મીલાવી શકે તે માટે થાય છે.આ ઢોલમેળાથી આદિવાસી સમાજમાં સંગઠન, સંસ્કૃતિની જાણકારી, શિસ્ત અને મનોરંજન સાથે આનંદનો અહેસાસ થાય છે.
લોકસંસ્કૃતિનું જતન કરવા અને લોકનૃત્યને જાહેરમાં પ્રદર્શન કરવા આજ રોજ સવારના ૧૦:૦૦ કલાકે આદિવાસી ઢોલોનું વાદ્યપ્રદર્શન દાહોદ શહેરની મધ્યમાં આવેલ સીટી ગ્રાઉન્ડમાં આયોજન કરવામાં આવ્યું હતું. દર વર્ષની માફક આ વર્ષે પણ આ ઢોલમેળાને પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય અને પૂર્વ ડી. એસ. પી. નગરસિંહ પલાસ અને પ્રમુખ, ભીલ સમાજ સુધારણા મંડળ ચંદ્રિકાબેન પલાસના નેતૃત્વમાં સાંસદ સભ્ય જસવંતસિંહ ભાભોર ઉદ્દઘાટ્ક તરીકે હાજર રહી આ ૮માં ઢોલમેળાનું આયોજન થયું હતું સાંસદ સભ્ય જશવંતસિંહ ભાભોર સાહેબે પણ આ ઢોલમેલમાં ઢોલ વગાડી ઉત્સાહથી ભાગ લીધે હતો તથા દાહોદ શહેરની પ્રજા પણ આ ઢોલમેળાને મહલવા સવારના જ સીટી ગ્રાઉન્ડ ખાતે પહોચીને આનંદ અને ઉત્સાહથી ભાગ લઇ તેમની સાથે નાચીકુદી એકતાનો ભાગ પ્રગટ કર્યો હતો.