HIMANSHU PARMAR – DAHOD
દાહોદ જિલ્લાન મુખ્ય મથક દાહોદ શહેરના મધ્ય આવેલ સુખદેવકાકા નગરમાં દાહોદના સફાઈ કર્મીઓ વર્ષોથી વસાહત કરી રહ્યા છે અને તેઓના માટે તેમની સમાજ નું ના કોઈ ભવન છે ના કોઈ કોમમ્યુનિટી હોલ છે. જેને કારણે તેઓને અવાર નવાર ખુલ્લામાં ટેન્ટ બાંધી સમાજના કાર્યક્રમો કરવા પડે છે તદુંપરાંત તેઓને તેમના બાળકોના ભણતર માટે કે ઉચ્ચ અભ્યાસ માટે પણ કોઈ પ્રોગ્રામ ગોઠવવા હોય તો પહેલા તકલીફ પડી જતી હતી અને રૂપિયા ખર્ચીને વાલ્મિકી સમાજ આ કરી શકે તેમ નથી જેથી દાહોદ પાલિકા વિસ્તારમાં જિલ્લા કલેકટર અને દાહોદ પાલિકાની હદથી જગ્યા ફાળવણી કરી અને આજે આ સ્થળે ભવ્ય આંબેડકર ભવન બનાવવા માટે નું ખાતમુહૂર્ત કેન્દ્રીય મંત્રી જસવંતસિંહ ભાભોર અને વલ્લભ કાકડિયાના હસ્તે કરવાં આવ્યું હતું. વાલ્મિકી સમાજ દ્વાર બંને મંત્રીઓનું જોરદાર અને મોટી પુષ્પમાળા પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દાહોદ જિલ્લા આરોગ્ય વિભાગે વાલ્મિકી સમાજ માટેની શુલ્ક દવા અને સારવાર તેમજ લેબોરેટરીનો કેમ્પ રાખ્યો હતો જેમાં ડાયબીટીસ, ટી.બી. જેવા રાજરોગોનું નિઃશુલ્ક નિદાન કરી અને સરકાર દ્વારા સારવાર કરવામાં આવે તેના માટે એક કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું.