THIS NEWS IS SPONSORED BY: RAHUL MOTORS
દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદ ખાતે 16 જૂનના રોજ એક અનેરો અવસર હોય તેમ દાહોદને સ્માર્ટ બનાવવાની નેમ ને આગળ વધારતા દાહોદ નગર સેવા સદન દ્વારા કુલ 7 નવીન લોકઉપયોગી સુવિધા જેવી કે પંડિત દિન દયાલ ઓડિટોરિયમ, કેશવ માધવ રંગમંચ, સરદાર પટેલ રમત ગમત સંકુલ, નવજીવન ઉદ્યાન, ફિટ એન્ડ ફાઇન જિમ (મહિલા), નાદ સ્પંદન સંગીત એકેડેમી અને મોક્ષ રથ, જ્યારે પશ્ચિમ રેલવે વિભાગમાં એક ઉદ્યાન અને ગોદી રોડ સ્થિત ટિકિટ બારી નં.3 નું અને ફૂટ ઓવર નું કામપૂર્ણ કરી લોકાર્પણ કરાયું હતું.
સૌથી પહેલા દાહોદ સ્ટેશન રોડ સ્થિત કેશવ માધવ રંગમંચનુ કેન્દ્રીય મંત્રી અને રાજ્ય મંત્રી બચુભાઇ ખાબડના હસ્તે લોકાર્પણ કરી લોકો માટે ખુલ્લું મૂક્યું હતું ત્યારે પછી ફૂડ કોર્ટમાં ફ્રી Wi-Fi ની સુવિધાનું લોકાર્પણ કરી ખુલ્લું મૂક્યું હતું. અને ત્યાંથી દાહોદ પરેલના ઉદ્યાનને સુધીર લાલપુરવાલા અને ગોદી રોડ ફૂટ ઓવર અને ટિકિટ વિન્ડો 3 નો ગોડી રોડ ઉપર લોકાર્પણ કેન્દ્રીય મંત્રીએ કરી લોકો માટે ખુલ્લું મુકાયું હતું. ત્યાર બાદ ગોવિંદ નગર નવજીવન ઉદ્યાન અને લોકોના માટે આકર્ષણનું કેન્દ્ર એવું પંડિત દિન દયાલ ઓડિટોરિયમનું લોકાર્પણ કરી ત્યાં એક જાહેર સભાને મંત્રીએ સંબોધી હતી અને આ પ્રસંગે ગુજરાત પ્રવાસન નિગમના ડિરેક્ટરે કહ્યું હતું કે દાહોદને સ્માર્ટ બનાવવાનું સપનું નરેન્દ્ર મોદી મુખ્ય મંત્રી હતા ત્યારે જોયું હતું. અને આ કામોના લોકાર્પણ થયા જેમાં ભૂતકાળના પાલિકાના પ્રમુખ અને ઉપ પ્રમુખોનો પણ સિંહ ફાળો છે. દાહોદમાં છેલ્લા 15 વર્ષમાં 400 કરોડના કામો પૂર્ણ થયા છે.
આ પ્રસંગે રાજ્ય મંત્રી બચુભાઇ ખાબડ દાહોદ નગરના માજી પ્રમુખો અને ઉપ પ્રમુખો ને કટાક્ષ કરતા કહ્યું કે અમે તો લોકાર્પણ કર્યા છે પણ તમે હવે દાહોદને 30% નઈ પણ 80% ભાજપને મતો મળે અને દાહોદમાં પણ ભાજપના ધારાસભ્ય હોવા જ જોઈએ અને આજ 2019 માં પણ થવું જોઈએ અને હવે કોઈ કારણો ધરતા નહીં તેવું જાહેર મંચ પરથી કીધું હતું.
અંતમાં કેન્દ્રીય મંત્રી જસવંતસિંહ ભાભોર જણાવ્યું હતું કે દાહોદ ને મુખ્ય મંત્રી રૂપાણીએ zydus medical કોલેજ ને 150 સીટ ફાળવી તે બદલ મુખ્ય મંત્રીનું ખૂબ આભાર વ્યકત કર્યો હતો. અને સ્માર્ટ શહેર ની મિટિંગ થઈ ગઈ છે અને 1000 કરોડ રૂપિયા ફળવાઈ ગયા છે અને એના માટે હું આપડા વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આભાર માનું છું.
ત્યાર બાદ કેન્દ્રીય મંત્રી અને દાહોદના લોકલાડીલા સાંસદે દાહોદની બાલાજી હોટલ ખાતે એક પ્રેસ કોંફરન્સ યોજી હતી અને તેમાં તેઓના સમયગાળા દરમિયાન ભાજપ સરકાર દ્વારા થયેલ તમામ કામોની માહિતી આપી હતી અને ત્યાર પછી સાંસદે પત્રકારો સાથે ભોજન કરી અને અન્ય સૂચનો પણ આવકાર્ય હતા.