Monday, April 7, 2025
Google search engine
HomeDahod - દાહોદદાહોદ શહેરમાં દસ દિવસના આતિથ્ય માણી આજ રોજ શ્રીજીનું ધામધૂમ થી વિસર્જન...

દાહોદ શહેરમાં દસ દિવસના આતિથ્ય માણી આજ રોજ શ્રીજીનું ધામધૂમ થી વિસર્જન કરવામાં આવ્યું

KEYUR PARMAR – DAHOD

દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદમાં દસ દસ દિવસના આતિથ્ય માણી રહેલા શ્રીજીનું આજ રોજ તા.૦૫/૦૯/૨૦૧૭ મંગળવારના રોજ ધામધૂમ અને ડીજેના તાલે વાજતે ગાજતે શ્રીજીનું વિસર્જન કરવામાં આવ્યું.

આજ રોજ અનંત ચૌદસના દિવસે ગણપતિ બાપ્પાને “ગણપતિ બાપ્પા મોરિયા, અગલે બરસ તું જલ્દી આ”, “એક, દો, તીન, ચાર, ગણપતિ બાપ્પાનો જય જયકાર” ના નારા સાથે ભાવિ ભક્તો દ્વારા ભાવભીની વિદાય આપવામાં આવી હતી. આજ રોજ તા.૦૫/૦૯/૨૦૧૭ ના સવારથી જ ગણપતિ બાપાને વિદાય આપવા લોકો દાહોદ શહેરના છાબ તળાવ ખાતે ઉમટી પડ્યા હતા અને બીજા દિવસે વહેલી સવારે ૦૬:૦૦ કલાક સુધી છેલ્લી મૂર્તિ વિસર્જન કરવામાં આવી હતી.

ગણપતિ બાપાને વિદાય આપવા ગણેશ મંડળો દર વર્ષે એમ. જી. રોડ થઈ દેસાઈવાડ થઈ છાબ તળાવ પહોંચી પોતાની ગાંપતિબાપ્પા ની મૂર્તિનું વિસર્જન કરે છે પરંતુ આ વર્ષે ગણપતિ બાપાની નાની નાની મૂર્તિ એમ.જી.રોડ પરથી પસાર કરવામાં આવી હતી અને ૭” ફૂટ થી ઊંચી મૂર્તિને નગર પાલિકા થઈ યાદગાર ચોક થઈ ભગિની સમાજ બાજુ થઈને અંજુમન દવાખાના થઈને છાબ તળાવ પર વિસર્જન માટે લાવવામાં આવતી હતી. આ વખે નાની નાની મૂર્તિ માટે ફાયર સ્ટેશન દ્વારા ૩ થી ૪ તરાપા અને ૨ થી ૩ હોડીની અને મોટી મૂર્તિઓ માટે ૨ ક્રેનની વ્યવસ્થા રાખવામાં આવી હતી.

આ બધી જ મૂર્તિઓના વિસર્જન સમયે દાહોદ શહેર પોલીસ સ્ટાફના જવાનો ખડે પગે રહી ભવિભક્તોને સાથ સહકાર આપ્યો હતો અને ગણેશ વિસર્જન શાંતિમય વાતાવરણમાં પૂરું કરવામાં આવ્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments