દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદનાં રામાનંદ પાર્ક ખાતે વિશ્વકર્મા પુરાણ કથાનું ભવ્ય અને સુંદર આયોજન વિશ્વકર્મા સમાજના અગ્રણી એવા સ્વ.કૈલાશભાઈ જયંતિભાઈ પંચાલ નાં સુપુત્ર પ્રિયાંકભાઈ પંચાલ દ્વારા કરવામાં આવ્યું છે.
આ કથાના ભાગ રૂપે ગત રોજ પંચાલ સમાજ દ્વારા બાઇક રેલી નીકળવામાં આવી હતી અને આજે તા.૧૭/૧૨/૨૦૨૨ ને શનિવારના રોજ બપોરે પોથીયાત્રા નીકળી હતી. પોથીયાત્રા દાહોદના રાજમાર્ગો ઉપર ફરીને રામાનંદ પાર્ક ખાતે પહોંચી હતી. આ કથાનું આયોજન તા. ૧૭/૧૨/૨૦૨૨૨ થીં તા.૨૩/૧૨/૨૦૨૨ સુધી ચાલશે. જેમાં વ્યાસ પીઠ ઉપર ખ્યાતનામ કથા વાચક જયંતીભાઈ શાસ્ત્રી બિરાજશે, અને વિશ્વકર્મા પુરાણનું રસપાન દરરોજ બપોરનાં ૦૧:૩૦ કલાક થી સાંજના ૦૫:૩૦ કલાક સુધી પીરસશે.
આ કથામાં વિવિધ ઉત્સવો જેવા કે તા. ૧૮ મી ડીસેમ્બર ના રોજ વિશ્વકર્મા પ્રાગટ્ય મહોત્સવ, તા. ૧૯ મી એ કૃષ્ણ જન્મ ઉત્સવ, તા. ૨૦ મી એ ભગવતિસંદલ પ્રાગટ્ય, તા. ૨૧ મી નાં રોજ ભગવાન સૂર્યનારાયણ સંદલ વિવાહનો ઉત્સવ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં રાસ ગરબા અને ભજન સંધ્યા જેવા કાર્યક્રમો યોજવામાં આવશે. અને દાહોદના વધુમાં વધુ ભાવિકો આનો લાભ લે તેવી લાગણી લાભાર્થીએ વ્યક્ત કરી હતી.