દાહોદ શહેર ખાતે આજે ઋત્વિજ પટેલ આવ્યા હતા અને તેમની ભાજપ યુવાઓ દ્વારા એક વિશાળ રેલી યોજી સ્વાગત કરવામાં આવ્યું હતું અને આ રેકલી દાહોદ ના રાજમાર્ગો ઉપર ફરી અને દાહોદ સ્વામી વિવેકાનંદ સંકુલે પહોંચી હતી. ત્યાં મોટી સંખ્યા માં યુવાઓ જોઈ અને ઋત્વિજ પટેલ ગેલમાં આવી ગયા હતા. અને તેઓ એજણાવ્યું હતું કે આપડે દાહોદ જિલ્લાને કોંગ્રેસ મુક્ત કરવાનો છે. અને હાલમાંજ તેમના પ્રદેશ પ્રમુખ ભારત સિંહ સોલંકીએ જણાવ્યું હતું કે કોંગ્રેસ ના કાર્યકર્તાઓ અભિમાન અને અહંકાર થી પીડાય છે. તો તટે હવે ના થવું જેઓએ .આવું જો પાર્ટી ના પ્રદેશ પ્રમુખ કેહતા હોય તો પાર્ટી ની અંદરની સ્થિતિ કેવી હશે ? અને તાજેતરમાં પ્રદેશ ની કારોબારી મળી હતી અને સમગ્ર ગુજરાત ના કાર્ય કરો મળીને પણ એટલા કાર્ય કરતા નહોતા થયા જેટલા આજે અહીં દાહોદમાં દેખાય છે. એ શું સૂચવે છે કે જેમની પાસે કાર્યકર્તાઓ જ નથી. આ વખતે દાહોદ ની 6 એ 6 સીટો ભાજપ લાવશે અને કોંગ્રેસ મુક્ત દાહોદ બનશે તેની હું ખાતરી આપું છું.
દાહોદ શહેર ખાતે આજે ઋત્વિજ પટેલ નું યુવા ભાજપ દ્વારા એક વિશાળ રેલી યોજી સ્વાગત કરવામાં આવ્યું
KEYUR PARMAR DAHOD
વધુ માં ઋત્વિજ પટેલે જણાવ્યું હતું કે હું જયારે પરિષદમાં મંત્રી હતો ત્યારે દાહોદ અવારનવાર આવતો હતો અને આજે જે મિત્રો મળ્યા તેઓ પાસેથી ખુબ શીખવા મળ્યું છે. અને દાહોદ જિલ્લો મારા માટે પણ પરિચિત જિલ્લો છે અને મારી શરૂઆત દાહોદ જિલ્લાથી થઇ હતી. તેઓએ કહ્યું હતું કે પાટીદાર સમાજ કોઈ એક વ્યક્તિ નો નથી અને લોકો હવે આ વાત ને ખુબજ સારી રીતે સમજી ગયા છે.
RELATED ARTICLES