KEYUR PARMAR – DAHOD
દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદમાં શ્વેતાંબર મૂર્તિપૂજાક જૈન સંઘ દ્વારા ચાતુર્માસ પ્રવેશ માટે શ્રીકલ્પ જ્યોતિ મહારાજ સાહેબ અને આદીથાણા ત્રણનું સામૈયું યોજાયું.
દાહોદ સીમંધર જૈન દેરાસરથી શોભાયાત્રા નીકળી અને સરદાર ચોક થઇ હનુમાન બજારના ચિંતામણી પાર્શ્વનાથ જૈન દેરાસર થી નેતાજી બજાર થઇ દોલત ગંજ બજાર જૈન ઉપાશ્રય પહોંચ્યા હતા જ્યાં સાધ્વીજી શ્રીકલ્પ જ્યોતિ મહારાજ સાહેબ, સ્વર્ણ જ્યોતિ મહારાજ સાહેબ, શ્રીવિરલ જ્યોતિ મહારાજ સાહેબ, પ્રિયલ જ્યોતિ મહારાજ સાહેબે વિધિવત ચાતુર્માસ પ્રવેશ કર્યો હતો અને તેઓના આશીર્વચન પીરસ્યા હતા. અને ત્યારબાદ સકલ શ્રી સંઘનું સ્વામી વાત્સલ્ય રાખવામાં આવ્યું હતું.