Faruk patel sanjeli
દાહોદ: સંજેલીના ગસલી ગામે મહિલાની હત્યા થયા બાદ તેની લાશ પી.એમ કરાવી અને અને પરત લઇ જવાની પરિવાર જનોએ ના પાડી અને કયું કે જ્યાં સુધી પોલીસ હત્યારાઓ ને પકડે નહિ ત્યાં સુધી અમે આ મૃતક નો અંતિમ સંસ્કાર કરીશું નહિ. ત્યાર બાદ સંજેલી PSI ભાવેશ પટેલે જાતે મૃતક ના પરિવાર જાણો ને બાંહેધરી આપી કે તેઓ વહેલીતકે હત્યારાઓને પકડી પડશે અને મૃતક ના પાટીવાર ના લોકોને પણ પોલીસ પ્રોટેક્શન પૂરું પાડશે. આ આશ્વાશન પછી ઘરના સભ્યો મૃતક ની લાશ મોડી સાંજે લઇ ગયા અને તેનો અંતિમ સંસ્કાર કર્યો હતો.