
દાહોદ જીલ્લાના સંજેલી અને તેના આસપાસ ના વિસ્તારમાં કમોસમી વર્ષાદ વર્ષતા લોકોમાં કુતુહુલ સર્જાયું પરંતુ દુખની વાતએછે કે આ માવઠાની સાથે વીજળી પડતા ત્રકડા મહુડી ગામ જે નેંકી ગ્રુપ ગ્રામ પંચાયતમાં આવેલ છે તે ગામે એક ખેડૂત ના ઘરની બહાર ઉભેલા બળદ પર પડતાજ તેનું મોત હતું.જયારે આબબતની જાણ નેંકી ગ્રામ પંચાયત ને કરતા તલાટી અને તાલુકા વિકાસ અધિકારી અને પશુ ચિકિતશક સ્થળે ધસી આવ્યા હતા. આ બનાવ શિવાય અન્ય બે ગાયોના પતેલા ગામે વીજળી પડતા મોત થયા હતા. કમોસમી આ માવઠાથી ખેડુતોના પાક ને ખાસ્શું નુકશાન થયું હતું.