દાહોદ સંત કૃપા સત્સંગ પરિવાર દ્વારા શ્રી પરમ પૂજ્ય બ્રહ્માલિન મોની બાબા ના આશીર્વચન થી આ સમૂહ લગ્ન નું આયોજન દર વર્ષે કરવામાં આવે છે. આ કાર્યક્રમ માં સંત કૃપા પરિવાર દ્વારા આ વખતે કુલ 22 જોડાંઓને જેમની આવક 40,000 હાજર કરતા ઓછી હોય તેવા સમગ્ર ગુજરાતમાંથી 22 જોડાંઓને માંડવે બેસાડવામાં આવ્યા હતા અને એટલું જ નહિ આ જોડાઓને ઘરવક્રીનો તમામ સામાન આપવામાં આવ્યો હતો. તેઓને ઘર માંડવા માટે માત્ર એક ગેસનો સિલિંડર જ લાવવાનો રહ્યો હતો. અને કન્યાઓને સોનાના મંગલસૂત્ર પણ આપવામાં આવ્યા હતા. અને આ પ્રસંગે તેઓનો વરઘોડો દાહોદ પડાવ મહાદેવ મંદિર પાસેથી શરુ કરી દાહોદ ઇન્દોર હાઈવે ઉપર પ્રસંગ પાર્ટી પ્લોટ 2 ખાતે સમાપન થયો હતો જ્યાં 22 ચોરીઓ તૈયાર હતી અને લગ્ન કરાવવાવાળા ગોર મહારાજ પણ હતા જેથી લગ્ન વિધિ પૂર્ણ કરવામાં આવી હતી. અને લગ્ન દરમિયાન વર-કન્યાના સગા સબંધીઓનું જમવાનું પણ ત્યાંજ સંત કૃપા પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્નમાં એક જોડા પાછળ અંદાજે અઢી લાખ રૂપિયા જેટલો ખર્ચ કરવામાં આવે છે એટલે કુલ 55 થી 60 લાખ રૂપિયાનો ખર્ચ આ ટ્રસ્ટીઓ દ્વારા કરવામાં આવે છે અને એક નવો પૈસો પણ કોઈની પાસે લેવામાં આવતો નથી. અને લગ્ન બાદ તુરંતજ તેઓને સ્થળ પર મેરેજ સિર્ટીફીકેટ પણ આપવામાં આવ્યા હતા. આ તમામ કાર્યક્રમનું સફળ આયોજન બાબુભાઇ પંચાલ અને રમેશભાઈ ખંડેલવાલ તથા રાજુભાઈ અગ્રવાલ અને સંત કૃપા પરિવારના અન્ય ટ્રસ્ટીઓ દ્વારા કરવામાં આવ્યું હતું અને તેમના કહેવા મુજબ આજ સુધીમા તેઓએ 340 જેટલા જોડાઓના સફળ લગ્ન કરાવ્યા છે અને આ કાર્ય અમે કરતા રહીશું.