KEYUR PARMAR – DAHOD
સાંસી સમાજ દ્વારા આજે 31 ઓગસ્ટ તેમના મુક્તિદિન તરીકે ઉજવે છે આમ તો દાહોદમાં આ દિવસની ઉજવણી પ્રથમ વખત કરવામાં આવી અને તેના ભાગ સ્વરૂપે આજે સમગ્ર સાંસી સમાજના યુવા અને બુઝુર્ગોએ ભેગા મળી દાહોદ ગોદીરોડ નાકા પાસેથી એક બાઈક રેલી કાઢી હતી અને આ બાઈક રેલી દાહોદ ગોદી રોડ થી થઇ અને સ્ટેશન થઇ સરકીટ હાઉસ વાળા રસ્તે થી આંબેડકરના બાવલાને હાર ચઢાવી માણેક ચોક થી ભગિની સર્કલ થઇ તળાવ પર થી ગોધરા રોડ અને પછી સિનિયર ઇન્સ્ટિટ્યૂટ ખાતે પહોંચી હતી. ત્યાં પહોંચી સાંસી સમાજ દ્વારા ચા નાસ્તો રાખવામાં આવેલ હતો અને ત્યારબાદ દાહોદ પાલિકા પ્રમુખની હાજરીમાં અને રેડ ક્રોસના ડો.લેનવાલા, નગીનભાઈ, નરેશ ચાવડા, સાબિર વગેરેની હાજરી માં બ્લડ ડોનેશન કેમ્પની શરૂઆત કરી હતી અને પહેલું બ્લડ તેમના સમાજના પ્રમુખના પુત્રએ આપ્યું હતું.
નોંધ – આ પ્રથમ વખત એવુ બન્યું છે કે સાંસી સમાજે ભેગા થઇ અને રકતદાન કર્યું હોય તેવું તેમના પ્રમુખે જણાવ્યું હતું અને એ પણ આ દાહોદ થી શરૂઆત થઇ એ મોટી અને ગૌરવ વંતી વાત છે
આ પ્રસંગે સાંસી સમાજના પ્રમુખ મહિપાલસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે તેઓનો સમાજ આગળ આવે અને સમાજમાં અતિ પછાતની જે છબી છે તે ભૂંસાય અને પ્રગતિશીલ કોમ અને લોકો તરીકેની ઓળખ થાય તે માટે અને સમાજમાં જાગૃતિ લાવવાના ઉદ્દેશ્યથી આ વિશાળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.