Editorial Desk
દાહોદ શહેર નાં સ્ટેશન વિસ્તારનાં કાલકા મંદિર થી થોડી દુર એક ચાની દુકાન ની સામે પલ્સર મોટર સાયકલમાં આકસ્મિક રીતે આગ લાગતા લોકો માં નાસ ભાગ મચી જવા પામી હતી ફાયર બ્રિગેડ ને જાણ કરતા ઘટના સ્થળે પહોચી આગને કાબુમાં લીધી હતી પોલીસ ને જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોચી હતી.
દાહોદ શહેર માં 24 કલાક ધમધમાતો રેલ્વે સ્ટેશન નું મેંન રોડ ઉપર આવેલ કાલકા મંદિર થી થોડી દુર એક ચાની દુકાન પર પલ્સર મોટર સાયકલમાં આકસ્મિક રીતે ઓચિંતા મોટર સાયકલમાં આગ લાગતા આગે ખુબજ મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું. આ દ્રશ્યો જોઈ લોકોમાં નાસ ભાગ થવા પામી હતી લોકો દ્વારા ફાયર બ્રિગેડ ને જાણ કરાતા ફાયર બ્રિગેડનાં કર્મ ચારીઓ ઘટના સ્થળે પહોચી આગ ને કાબુમાં લીધી હતી લોકોનાં ટોળેટોળા બાઈક ને આગ લાગી તે જોવા મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા દાહોદ શહેર ટ્રાફિક પોલીસ ની ગાડી ઘટના સ્થળે પહોચી લોકોને ઘટના સ્થળથી દુર કરવામાં આવ્યા હતા આ ઘટનાથી આગ લાગવા નું સાચું કારણ શું છે તે સમાચાર લખાયા ત્યાં સુધી જાણવા મળ્યું નથી. તે પોલસી તપાસ નો વિષય છે.