NewsTok24 – Keyur Parmar – Dahod
દાહોદ શહેર ના સ્વામી વિવેકાનંદ સંકુલ ખાતે આજે સવારે 11:30 કલાકે સ્માર્ટસીટી પરામર્શ કાર્યશાળાનું આયોજન કરાયું હતું આ પ્રસંગે ગુજરાત રાજ્યના મંત્રી બચુભાઈ ખાબડ, દાહોદ જીલ્લા સાંસદ જશવંત ભાભોર, ગુજરાત પ્રવાસન નિગમ ના ડીરેક્ટર અમિત ઠાકર, જીલ્લા પંચાયત પ્રમુખ શંકર અમલીયાર, દાહોદ જીલ્લા પ્રમુખ સુધીર લાલપુરવાલા, GUDC ના VP જેઠવા, ટીમ લીડર કે જી બત્રા, નગર સેવા સદન પ્રમુખ રાજેશ સહેતાઈ, જીલ્લા કલેકટર એમ. એ. ગાંધી, જીલ્લા વિકાસ અધિકારી એચ. એસ. પટેલ, જીલ્લા પોલીસ વડા મયંકસિંહ ચાવડા, દાહોદ ના ધારાસભ્ય વજેસિંહ પણદા તેમજ શહેર ના તમામ ક્ષેત્રે થી શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે ટીમ લીડર કે. જી. બત્રાએ સ્માર્ટસીટી કેવી રીતે બની શકે તે બાબતે જણાવ્યું હતું કે દાહોદ ને રેટ્રોફીટીંગ પદ્ધતિ થી નિર્માણ કરી શકાય આ પદ્ધતિમાં જુનું જે બનેલું છે તેમાં તોડફોડ કર્યા વગર નવું ડેવલપમેન્ટ કરવાનું રહે કારણકે દાહોદ માટે પુનર્વિકાસ ની જગ્યાએ રેટ્રોફીટીંગ પદ્ધતિ બરાબર છે.કારણકે પુનર્વિકાસ અને નવો વિકાસ એ મોટી મેટ્રો સીટીઓ માટે બરોબર છે દાહોદ માં આ પદ્ધતિથી ઝાલોદ રોડ ઉપર વિકાસ થઇ સકે તેવી શક્યતાઓ વધારે છે. તેમજ તેમને જણાવ્યું હતું કે સ્માર્ટ સીટી બનાવવા માટે 14 મુદ્દા ઓ ખુબ મહત્વના છે. જે આ પ્રમાણે છે.
(1) સૌર ઉર્જા નો ઉપયોગ અને પુરતો વીજ પુરવઠો, (2) જરૂરિયાત મુજબ પાણી પુરવઠો પૂરો પડવો, (3) સ્વચ્છતા, (4) વોટર રીસાયકલીંગ, (5) પાણીના વપરાશ માટે મિટર મુકવા, (6) ઈન્ફોર્મેશન ટેકનોલોજીની ક્નેક્ટીવીટી એન્ડ ડીજીટલાઈઝેશન, (7) ફૂટપાથ અને નો વિહિકલ ઝોન, (8) સારી ટ્રાફિક વ્યવસ્થા, (9) પાર્કિંગની શુઆયોજિત વ્યવસ્થા, (10) શેરીઓ પર રસ્તાઓ ઉપર વીજળી પ્રકાશની કાર્યદક્ષ વ્યવસ્થા, (11) ખુલ્લી જગ્યાઓનો નવીન ઉપયોગ, (12) ભૂગર્ભ ઈલેક્ટ્રીસીટીની વાયરીંગ વ્યવસ્થા, (13) સાર્વજનિક સ્થાનોમાં દબાણ ન થાય અને (14) નાગરિકો – ખાસ કરીને મહિલાઓ અને બાળકોની સલામતી વ્યવસ્થા.
દાહોદ ની વિકાસ ની જરૂરિયાત ને જોતા કયા વિસ્તારોમાં વિકાસ ની શક્યતાઓ વધારે છે? આ પ્રશ્ન ના જવાબમાં ચાર ઉત્તરો છે જે પૈકી (1) જુના શહેરી વિસ્તારમાં (2) ટાઉન પ્લાનિંગ વિસ્તારમાં (3) રેલવેને ઉત્તર દિશાએ અને (4) નદીની દક્ષિણ દિશાએ જેમાંથી શહેરીજનોને જરૂરિયાત પ્રમાણે આ સાઈટ https://mygov.in/group-issue/smart-city-dahod ઉપર જઈ વોટીંગ કરવાનું રહેશે.
આ પ્રસંગે દાહોદ જીલ્લા કલેકટર એમ.એ. ગાંધીએ સુચનોની સાથે સાથે લોકોએ વોટીંગ પણ કરીને જાગૃક્તા દર્શાવી કારણકે એક લાખની વસ્તી માં કોઈ એક ડીમાંડ માટે ભારે સંખ્યા માં વોટીંગ હશે તો તે મુદ્દાઓને સપાટીએ લાવવામાં સહેલાઈ રહેશે અને જણાવ્યું હતું કે સ્માર્ટ સીટી અંગે નિબંધ સ્પર્ધા તા.18/10/2015ના રોજ સવારના 09:00 કલાકે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજવામાં આવનાર છે. જેમાં કોઇપણ વ્યક્તિ ભાગ લઇ શકે છે. અને આ નિબંધ 1000 શબ્દોમાં લખવાનો રહેશે. આ સ્પર્ધામાં પ્રથમ આવનારને રૂપિયા 25000/-, દ્રિતીય સ્થાને આવનારને 15000/- અને તૃતીય સ્થાને આવનારને 10000/- નું ઇનામ આપવામાં આવશે.
દાહોદ સ્માર્ટ સિટી અંગે શહેરીજનોએ પોતાના અભિપ્રાયો અલગ અલગ માધ્યમો દ્વારા સરકાર સુધી પહોચાડી શકે તે હેતુ થી ટુક સમયમાં સરકાર દ્વારા આ બાબતે સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવનાર છે. તેવું પત્રકાર પરિષદમાં પ્રવાસન નિગમના ડીરેક્ટર અમિત ઠાકરે જણાવ્યું હતું.