Monday, April 7, 2025
Google search engine
HomeDahod - દાહોદદાહોદ સ્વામિનારાયણ મંદિર પાસે પ્રવેશ દ્વાર નજીક ઇન્દોર હાઈવે ઉપર અકસ્માતોની વણથંભી...

દાહોદ સ્વામિનારાયણ મંદિર પાસે પ્રવેશ દ્વાર નજીક ઇન્દોર હાઈવે ઉપર અકસ્માતોની વણથંભી વણઝાર, તંત્ર નિંદ્રાધીન : જિલ્લા સમાહર્તા આ બાબતે ત્વરિત એક્શન લે તેવી લોકમાંગ

 THIS EXCLUSIVE NEWS SPONSORED BY : ACTIVA 5G – RAHUL HONDA 

દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદના ઇન્દોર હાઇવે ઉપર સ્વામિનારાયણ મંદિર પાસે વારંવાર અકસ્માતોની વણથંભી વણઝાર વરસી રહી છે છેલ્લા એક વર્ષમાં અસંખ્ય અકસ્માતો થઈ ચૂકેલા છે અને ઘણા બધા લોકોનું મૃત્યુ પણ થયા છે. ખરેખર જોવા જઈએ તો R.T.O. ઓફીસ થી જોડાતો આ રોડ R.T.O. ઓફીસ બાજુ થી રોંગ સાઈડે આવતા વાહનો અને ગોધરા તરફ અને દાહોદમાંથી બહાર નીકળીને RTO ઓફીસ તરફ જતા પોતાની ટ્રેકમાં જતા વાહનોને આ અકસ્માત નડે છે. સામેથી રોંગ સાઈડે આવતા ભારે વાહનો, નાના વાહનોના કારણે વારંવાર આ અકસ્માત સર્જાય છે. તંત્રને આ બાબતે છેલ્લા એક વર્ષથી મીડિયા દ્વારા પણ વારંવાર રજૂઆત કરવામાં આવી છે અને મૌખિક પણ રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાં તંત્રના કાનની જૂ કેમ રેંગતી નથી તે કંઈ ખબર નથી પડતી. તેનું કારણ શું છે? પરંતુ તંત્રની આ ઘોર બેદરકારીને કારણે નિર્દોષ લોકોના મૃત્યુ થઇ રહ્યા છે. ખરેખર તંત્ર શુ લોકોના ભોગે આ રોડ આમને આમ જ ચાલુ રખાવશે કે પછી કાયદો અને વ્યવસ્થા જેવી કોઈ સ્થિતિ ઉભી કરી ને આવનારા દિવસોમાં આ અકસ્માતો ફરી ના બને તેના માટે કોઈ પગલા ભરશે.

દાહોદમાં આવતાં-જતાં લોકો અને દાહોદના લોકોની એવી માંગ છે કે આ રોડ ઉપર આ ટ્રેક સીધો વન-વે જ કરી દેવામાં આવે અને R.T.O. ઓફિસ દ્વારા આ રોંગ સાઈડના ટ્રેક ઉપરથી આવતા વાહનોને તદ્દન ખોટી રીતે જે આવા દેવામાં આવે છે તેને રોકવામાં આવે અને બીજા ટ્રેકથી જ વાહનોને આવા દેવામાં આવે અને જો આ બાબતનું અમલીકરણ દાહોદ ગ્રામ્ય પોલીસ દ્વારા અને RTO દ્વારા બરાબર રીતે કરવામાં આવે અને દાહોદ સ્વામિનારાયણ મંદિરના આગળ ઉપર એક નાનું સર્કલ બનાવી દેવામાં આવે જેથી કરીને અંદર દાહોદમાં પ્રવેશતા વાહનો અને દાહોદમાંથી નીકળતા વાહનો સામસામે થાય ના અને રોંગ સાઈડ થી આવતા વાહનો એકબીજા સાથે ન ભટકાય અને વારંવાર આવા અકસ્માતો ન થાય અને નિર્દોષ લોકોએ આના કારણે જીવ જે ગુમાવવુ પડતો હોય છે તે નિર્દોષ લોકોએ જીવ ગુમાવવો ના પડે તે માટે તંત્રે ખરેખર સજાગ થવાની હવે જરૂર છે. નિર્દોષ લોકોનો ભોગ લેવાઈ રહ્યો છે. જેના ઘરની વ્યક્તિ જાય તેને ખબર પડે છે. તંત્ર આ બાબતે ટોટલી નિષ્ક્રિય અને બેદરકાર છે. તંત્ર જાણે નિદ્રાધીન થઈ ગયો હોય તેમ આવી ઘટનાઓ વારંવાર થઇ રહી છે, તેના ઉપર કોઈ એક્શન લેવાતી કેમ નથી? આ બાબતે સામે જે રસ્તો છે આટલો પહોળો રસ્તો છે એક્સપ્રેસ હાઈવે હોવા છતાં આ રોંગ સાઈડનો માર્ગનો જે ઉપયોગ કરવામાં આવે છે તે તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે અને કડક પણે પગલાં ભરી અને કાર્યવહી કરવામાં આવે. તેવી દાહોદના લોકોની અને વેપારીઓની માંગ છે અને આ કાર્યવાહી તરત જ અમલમાં મૂકવામાં આવે અને જો આ બાબતે હવે યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો દાહોદ વેપારી એસોસીએશન અને દાહોદના નગરજનો ભેગા થઈને ગાંધી ચીંધ્યા માર્ગે કાર્યવાહી કરવા માટે મજબૂર થશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments