NewsTok24 Desk
દાહોદ શહેર ખાઈ દાહોદ સ્વેતાંમ્બર મૂર્તિ પૂજક જૈન સંઘ દ્વારા ચાતુર્માસ પરિવર્તન અને કાર્તકી પૂનમ નો કાર્યક્રમ ધામધૂમથી યોજવામાં આવ્યો હતું. વહેલી સવેર દાહોદ શ્રી ચિંતામણી પાર્શ્વનાથ જૈન દેરાસર થી સકળ સંઘ અને કલ્પ જ્યોતિ મહારાજ શ્રીજી અને અદીઠાંણા ત્રણ સાથે વાસ્તે ગેસ્ટ શ્રાવક હશમુખભાઈ ભણસાલી જેઓ એ ચાતુર્માસ પરિવર્તન ની બોલી લીધી તેમના નિવાસ્થાને ગયો હતો ત્યાં ચાતુર્માસ પરિવર્તન ની વિધિ અને બહુમાન કરવામાં આવ્યા હતા. અને ત્યાર પછી ગુરુભગવંતોએ પોતાની અમૃતવણીથી શ્રાવકોને રસપાન કરાવ્યું હતું અને કહ્યું હતું કે તમે જિનશાશન ની અમારી દુકાન માંથી જે ખરીદી કરીછે તેનાથી અમે ખુશ છીએ પણ આ વસ્તુઓને ઉપયોગ કરી આચરણમાં લાવશો તો અમે વધુ ખુશ થઈશું અને સમજીશું કે અમારું ચોમાશુ દાહોદ નગરે સફળ રહ્યું.
આ પ્રસંગે પૂજ્ય ગુરુવરે તેમની વાણી પીરસતા કહ્યું હતું કે દાહોદ સ્વેતાંમ્બર મૂર્તિ પૂજક જૈન સંઘના પ્રમુખ નરેન્દ્રભાઈ શાહ નો સહકાર ખુબજ સરસ મળ્યો છે અને તમામ બાબતે સરળતાથી તેઓ અનુકરણ કરી અને અમલમાં લાવી દેતા અને દિપકભાઈ શાહ નો પણ સારો સહકાર મળ્યો હોવાનું ઉલ્લેખ્યું હતું અને કહ્યું હતું કે આ પ્રથમ સંઘ દાહોદનો એવો જોયો કે જેમાં અમે કોઈપણ જાતની ખિચતાણ કે રાજકારણ જોયું નથી અને આજ વસ્તુ અમને સૌથી વધુ ગમી જેનાથી અમને પણ આરાધના કરાવાંમાં ખુબજ સરળતા પડી અને ચોમાશુ સાર્થક થયું. દાહોદ સ્વેતાંમ્બર મૂર્તિ પૂજક જૈન સંઘના પ્રમુખ નરેન્દ્રભાઈ શાહે ગુરુભગવંતોને ભૂલથી પણ કઈક કહેવાયું હોય તો સકળ સંઘ વત્તી મિચ્છામીદુક્કડં કહી સકળ સંઘ ની ગુરુવર વધુ એક સપ્તાહ માટે સ્થિરતા કરે એવી રજુઆત કરી હતી,
ત્યાર બાદ સકળ શ્રી સંઘ દાહોદ શ્રી સીમંધર સ્વામી જૈન દેરાસરે પહોંચ્યા હતા જ્યાં સમૂહમાં પાલિતાની ની ભાવ યાત્રા કરી પૂજા ભણાવી હતી અને ત્યાર બાદ સકળ શ્રી સંઘ નું સ્વામીવાત્સલ અરિહંત દાળ બાટીવાળા અભયભાઈ તરફથી રાખવામાં આવ્યું હતું.