દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ ખાતે તાજેતરમાં થયેલ APMC ની ચૂંટણીના પરિણામો ગઈ કાલે મોડે સુધી આવ્યા હતા. જેમાં દાહોદ ખેડૂત વિભાગમાં ભાજપ અને કોંગ્રેસ એમ બંને પાર્ટીના ૮ માંથી ૪ -૪ ઉપર વિજયી બન્યા હતા જેમાં જીતનાર ભાજપના મુકેશ ઘોતી, કનૈયા કિશોરી, ભરતસિંહ સોલંકી, નિલેશ બડડવાલ જીત્યા હતા જયારે કોંગ્રેસ તરફે નિકુંજ મેડા, હરીશ નાયક, હર્ષદ નીનામા અને નૈણાંસિંહ જીત્યા હતા. ખેડૂત વિભાગની ચૂંટણી રસાકસી ભરી હતી જેમાં માજી ધારાસભ્ય અને વર્તમાન ધારાસભ્ય અને ધારાસભ્યના ઉમેદવારો ઉભા હતા તે તમામ દિગ્જ્જો હાર્યા હતા. જયારે વેપારીની પેનલમાંથી કમલેશ રાઠી, શ્રેયસ શેઠ, ઇકબાલ ખરોદાવાલા જીત્યા હતા, જયારે અજય અગ્રવાલ હારી ગયો હતો અને તેની જગ્યાએ કૈલાશ ખંડેલવાલ જે ઇંડિપેંડેન્ટ ઉભા હતા તે જીત્યા હતા. આમ જોવા જઈએ તો ભાજપની પાસે ચેરમેન પદ માટે બહુમતી સ્પષ્ટ છે અને નિર્વિવાદ છે પરંતુ હજી સંઘની એક બેઠક જેના ઉપર સ્ટે છે તે બેઠકની ચૂંટણી બાકી છે પણ એનાથી ભાજપ ને APMC માં ફરીવાર સત્તાનું સુકાન સાંભળતા કોઈ રોકી શકે તેમ નથી.