દાહોદ જિલ્લાના દાહોદ તાલુકા મુખ્ય મથક દાહોદના APMC ના ચેરમેનની ટર્મ પૂરી થતાં આજે તા.૨૧/૧૧/૨૦૨૦ ને શનિવારના રોજ યોજાયેલ ચુંટણીમાં કનૈયા કિશોરી બિનહરીફ ચુંટાયા હતા. દાહોદ એપીએમસી ના સભાખંડમાં ચુંટણી અધિકારી જિલ્લા રજીસ્ટ્રાર મહીસાગર એસ.આર. પટેલની અધ્યક્ષતામાં યોજાઇ હતી. જેમાં APMC ના ૧૫ અને સરકારી ૦૨ મળી તમામ સભ્યો હાજર રહ્યા હતા. જેમાં APMC ના ચેરમેન માટે શ્રેયશભાઇ ગિરધારલાલ શેઠ દ્વારા કનૈયા બચુભાઈ કિશોરીના નામની દરખાસ્ત મૂકવામાં આવી હતી. આમ કનૈયા બચુભાઈ કિશોરી ચેરમેન પદ માટે ચોથી વાર બિનહરીફ ચુંટાયા હતા. ત્યારે સભાખડમાં હાજર તમામ સભ્યોએ ઢોલનગારા વગાડી અને ફટાકડા ફોડી અભિનંદન પાઠવી જીતની ખુશી માનવી હતી.
દાહોદ APMC ના ચેરમેન પદ માટે કનૈયા કિશોરી ચોથી વાર બિનહરીફ ચુંટયા
RELATED ARTICLES