
THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદમાં માર્ગ ane સુરક્ષા વિભાગ દ્વારા માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવનાર પીડિતો અને તેમના પરિવારજનો પ્રત્યે તા. ૧૬ નવેમ્બર નો દિવસ વિશ્વ શ્રદ્ધાંજલિ દિવસ તરીકે ઉજવવામાં આવ્યો .
ચાલો આપણે સૌ માર્ગ સુરક્ષા માટે સંવેદનશીલ બનીએ. દર વર્ષે ગુજરાતમાં ૭૫૦૦ કરતા વધુ લોકો માર્ગે અકસ્માતમાં મૃત્યુ પામે છે.
આવો, આપણે સૌ સંકલ્પ કરીએ કે, ટ્રાફિકના નિયમોનું પાલન કરીશું. વાહન ચલાવતા હેલ્મેટ અને સીટબેલ્ટનો ઉપયોગ કરીશું. રોંગ સાઈડ ડ્રાઈવિંગ નહીં કરીએ. અને ટ્રાફિક સિગ્નલને હંમેશા માન આપીશું તથા ગતિ મર્યાદાનું હંમેશા પાલન કરીશું. વધુમાં રેસ કે સ્ટંટથી દૂર રહીએ અને જોખમી ઓવરટેક ક્યારેય નહીં કરીએ, લેન ડ્રાઈવિંગની શિસ્ત જાળવીએ. ખોટી ઉતાવળ કરીને જોખમી ઓવરટેક નહીં કરીએ, માર્ગ પર રાહદારીઓને પ્રાધાન્ય આપીએ.
આજે આપણે પ્રતિજ્ઞા લઈએ કે સાવધાની એ જ સુરક્ષા. જેથી ગુજરાત વિકસિત બને અને સલામત બને. એક ક્ષણની બેદરકારી બને જીવનભરનો અફસોસ. તેવું ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટીના એક અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું. આ શ્રદ્ધાંજલી કાર્યક્રમમાં ARTO, અધિકારીઓ તથા અન્ય લોકો ઉપસ્થિત રહ્યા હતા.


