હાલ સરકારી નોકરી માટેની તકો ખુબજ મર્યાદિત છે. જયારે ઔધોગિક ક્ષેત્રનો ખુબ વિકાસ થઈ રહેલ હોવાથી ખાનગી ક્ષેત્રના ઉધોગોમાં કુશળ તેમજ બિનકુશળ ઉમેદવારોની મોટા પ્રમાણમાં ભરતીઓ કરવામાં આવતી હોય છે. હાલમાં આવી વિવિધ પ્રકારની ખાલી જગ્યાઓ માટે મેગા જોબફેર તા.૧૦/૦૪/૨૦૧૮ ના સવારે ૧૦:૦૦ કલાકથી આઈ.ટી.આઈ દાહોદ ખાતે રાખવામાં આવેલ છે. રાજયના જુદા જુદા ઔધોગિક એકમો /નોકરી દાતાઓ રૂબરૂ હાજર રહી તેમની ખાલી જગ્યાઓ માટે સ્થળ પર પંસદગી કરનાર છે. જો તમે આ ભરતી મેળામાં ભાગ લેવા માંગતા હોય તો તમામ અસલ પ્રમાણપત્રો તેની ખરી નકલો. પાસપોર્ટ ચાઈઝના ફોટા સાથે સ્વખર્ચે સદર સ્થળે હાજર રેહવું.
શૈક્ષણિક લાયકાત .ધોરણ -૮ પાસ કે તેથી વધુ /આઈ ટી આઈ તમામ ટ્રેડ / ડીગ્રી .બી કોમ / બી.એ / બી એસ સી. ઉમર -૧૮ થી ૩૫ વર્ષના ઉમેદવારોએ ભાગ લઈ શકશે. આ મેગા જોબ ફેરમાં લાઈન ઓપરેટર હેલ્પર, કસ્ટમર કેર, સેલ્સ એજ્યુકેશન, ટ્રેની કાઉન્સેલરની જગ્યા માટે ભરતી કરવામાં આવશે. એમ દાહોદ જિલ્લા રોજગાર અધિકારી દ્વારા જણાવવામાં આવ્યુ છે.
.