પ્રોહી ડ્રાઇવ દરમ્યાન જેસાવાડા પો.સ્ટે.વિસ્તારમા નઢેલાવ ગામે પીકઅપ ગાડીમાથી ભારતીય બનાવટના વિદેશી દારૂની પેટીઓ નંગ-૯૮ જેમા બોટલ નંગ-૩૩૨૪ ની કુલ કિ.રૂ.૪,૬૫,૨૪૦/- તથા હેરાફેરી કરવામા ઉપયોગમા લીધેલ પીકઅપ કિ.રુ.૫,૦૦,૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૦૧ મળી કુલ કિ.રૂ.૯,૭૦,૨૪૦/- ના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડી પ્રોહી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી દાહોદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ.
પોલીસ મહાનિરીક્ષક આર.વી. અસારી પંચમહાલ ગોધરા રેન્જ ગોધરાનાઓની સુચના મુજબ પોલીસ અધિક્ષક ડૉ.રાજદીપસિંહ ઝાલા દાહોદનાઓએ પ્રોહી ડ્રાઈવનું આયોજન કરી જિલ્લામા પ્રોહીની અસામાજીક પ્રવૃતીઓ ઉપર અંકુશ લાવી સદંતર નેસ્તનાબુદ કરવા સારુ લીસ્ટેડ પ્રોહી બુટલેગરો ઉપર તેમજ મધ્યપ્રદેશ તથા રાજસ્થાન રાજયમાથી ગેરકાયદેસર દારૂની હેરાફેરી/પરીવહન કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી તેઓના આશ્રય સ્થાનો ઉપર રેઇડ કરી પરીણામ લક્ષી કામગીરી કરવા સારુ L.C.B. ટીમને જરૂરી સુચના અને માર્ગદર્શન કરેલ. જે અનુસંધાને L.C.B. સ્ટાફના માણસોની જુદી-જુદી ટીમો પ્રોહીબિશનની પ્રવૃતિ આચરતા ઇસમો તેમજ પ્રોહી બુટલેગર ઉપર વોચ ગોઠવી માહિતી એકત્રિત કરવાની કામગીરીમા કાર્યરત હતી. તે દરમ્યાન પો.ઈન્સ. એસ.એમ. ગામેતી L.C.B.નાઓની સુચના મુજબ આજે તા.૨૧/૧૨/૨૦૨૪ ને શનિવારના રોજ પો.સ.ઈ. આર.જે. ગામીત તથા પો.સ.ઈ. ડી.આર. બારૈયા તથા પો.સ.ઈ. એસ.જે. રાઠોડ તથા L.C.B. ટીમ ગરબાડા – જેસાવાડા પો.સ્ટે.વિસ્તારમા ખાનગી વાહનમાં પેટ્રોલીંગ નિકળેલ તે દરમ્યાન ગાંગરડી તરફથી જેસાવાડા તરફ જતા રસ્તે પાછળથી એક પીકઅપ ગાડીએ ઓવરટેક કરી ફુલ સ્પીડમાં ભગાવવા લાગેલ હોય તેના ઉપર શંકા જતા પીકઅપ ગાડીનો પીછો કરતા સદર પીકઅપ ગાડીના ચાલકે તેની પીકઅપ ગાડી ફુલ સ્પીડમાં ચલાવી લઇ મોજે.નઢેલાવ ગામે બુરવા ફળીયામાં રોડની બાજુમાં જતા કાચા રસ્તાની પાસેના ખેતરમાં ઉતારી ભાગવા જતા આરોપીને ઇંગ્લીશ દારૂ ભરેલ પીકઅપ ગાડી સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી જેસાવાડા પો.સ્ટે. પ્રોહીબિશનનો ગુનો રજી. કરાવેલ.
પકડાયેલ આરોપી કમલેશભાઇ નવલસિંહ જાતે. હઠીલા ઉ.વ.૫૧ રહે.નઢેલાવ પટેલ ફળીયું તા.ગરબાડા જી.દાહોદ પાસેથી કબ્જે કરેલ મુદ્દામાલમાં ભારતીય બનાવટનો પરપ્રાતીય ઇંગ્લીશ દારૂ તથા બિયરની ટીન મળી કુલ પેટીઓ નંગ – ૯૮ તથા છુટી બોટલો મળી કુલ બોટલો નંગ – ૩૩૨૪ જેની કિ.રૂ.૪,૬૫,૨૪૦/- નો પ્રોહી મુદ્દામાલ તથા ઇંગ્લીશ દારૂ ભરી હેરાફેરી પરીવહનમા ઉપયોગમા લીધેલ પીકઅપ ગાડી કિ.રૂ.૫,૦૦,૦૦૦/- તથા પકડાયેલ ઇસમની અંગ ઝડતીમાંથી મળી આવેલ મોબાઇલ ફોન નંગ – ૧ ની કિ.રૂ.૫૦૦૦/- મળી કુલ કિ.રૂ.૯,૭૦,૨૪૦/- નો મુદામાલ પકડી સારી કામગીરી
આમ, જેસાવાડા પો.સ્ટે.વિસ્તારમા નઢેલાવ ગામે પીકઅપ ગાડીમાથી ભારતીય બનાવટના વિદેશી દારૂની પેટીઓ નંગ – ૯૮ જેમા બોટલ નંગ – ૩૩૨૪ ની કુલ કિ.રૂ. ૪,૬૫,૨૪૦/- તથા ફેરાફેરી કરવામા ઉપયોગમા લીધેલ પીકઅપ કિ.રુ.૫,૦૦,૦૦૦/- તથા મોબાઈલ ફોન નંગ – ૦૧ મળી કુલ કિ.રૂ.૯,૭૦,૨૪૦/- ના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડી પ્રોહી ગણનાપાત્ર કેસ શોધી કાઢવામા દાહોદ લોકલ ક્રાઈમ બ્રાન્ચને સફળતા મળેલ છે.