Tuesday, December 3, 2024
Google search engine
HomeGarbada - ગરબાડાદાહોદ LCB તથા ગરબાડા પોલીસે મધ્યપ્રદેશના રાણાપુરથી ભરુચના પાલેજ તરફ આઇસર ટેમ્પામા...

દાહોદ LCB તથા ગરબાડા પોલીસે મધ્યપ્રદેશના રાણાપુરથી ભરુચના પાલેજ તરફ આઇસર ટેમ્પામા લઈ જવાતો ₹.૨,૫૨,૦૦૦/- ની કિંમતનો ઇંગ્લિશ દારૂ બાતમીના આધારે ગરબાડાની નીમચ ચોકડી ઉપરથી ઝડપી પાડ્યો

PRIYANK CHAUHAN – GARBADA

 

ગરબાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન દાહોદ LCB પોલીસ ઈન્સ્પેકટરને મળેલ બાતમીના આધારે દાહોદ LCB પોલીસ તથા ગરબાડા પોલીસે ગરબાડાના નીમચ ચોકડી ઉપર વોચ રાખી મધ્યપ્રદેશના રાણાપુરથી આઇસર ટેમ્પામા દારૂ ભરી ભરુચના પાલેજ તરફ લઈ જવાતો ₹.૨,૫૨,૦૦૦/- ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી ₹.૫,૦૦,૦૦૦/- ની કિંમતની આઇસર ટેમ્પો સહિત ₹.૭,૫૨,૦૦૦/- નો મુદ્દા માલ કબ્જે લઈ આઈસર ટેમ્પાના ચાલકની અટક કરેલ છે.

પોલીસ વિભાગ તરફથી મળેલ માહિતી અનુસાર, તા.૧૫/૦૧/૨૦૧૮ ના રોજ સાંજના સમયે દાહોદ LCB પોલીસ ઈન્સ્પેકટર તેમના સ્ટાફના માણસો સાથે ગરબાડા ઇન્ચાર્જ P.S.I. ગરબાડા તથા પોલીસ સ્ટાફના માણસોને સાથે રાખી ગરબાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ હતા તે દરમ્યાન દાહોદ LCB પોલીસ ઈન્સ્પેકટરને ખાનગી રાહે બાતમી મળેલ કે, આઇસર ટેમ્પો ઇંગ્લિશ દારૂ ભરી રાણાપુરથી આવનાર છે. જે બાતમીના આધારે પોલીસે ગરબાડાની નીમચ ચોકડી ઉપર વોચમાં હતા તે દરમ્યાન GJ.16.V.6023 નંબરનો વાદળી કલરનો એક આઇસર ટેમ્પો મધ્યપ્રદેશના રાણાપુર બાજુથી આવતા તેને રોકેલ અને ડ્રાઈવરને નીચે ઉતારી તેનું નામઠામ પૂછતા તેને પોતાનું નામ રાજેશભાઈ કરમસીંગ દેવડા, રહે.કોરીયાપાન, તળાવ ફળીયા, તા-ભાભરા, જીલ્લો.અલીરાજપુર (મ.પ્ર.) હોવાનું જણાવેલ અને પોલીસે સદર ટેમ્પાની તપાસ કરતાં ટેમ્પો ખાલી હોય જેથી પોલીસને શંકા જતાં ટેમ્પાની ઝીણવટભરી તપાસ કરતાં ટેમ્પાના તળિયાના ભાગે પતરાં તથા પ્લાયવૂડની પ્લેટો બનાવી બોડીના ઉપરના ભાગે ગોઠવેલ હોવાનું જણાતા પોલીસે તે પ્લેટો ખોલીને જોતાં તેમાં પ્લેટો નીચે અલગ અલગ ખાના બનાવી તેમાં ઇંગ્લિશ દારૂના સફેદ રંગના ૭૦ બોક્ષ ભરેલા મળી આવ્યા તે તમામ બોક્ષ ખાનામાંથી બહાર કાઢી જોતાં રોયલ સિલેક્ટ ડિલક્ષ વ્હીસ્કી જે.કે. એન્ટરપ્રાઈઝ ૪૮૨/એ, ગ્રોથ સેન્ટર, ડિસ્ટ્રિક્ટ ધાર (મ.પ્ર) લખેલ સફેદ પુઠાના ૭૦ બોક્ષ મળી આવેલ જેમાં એક બોક્ષમાં ૧૨ બોટલો ૭૫૦ મિલીની ભરેલી મળી આવતા કુલ ૭૦ બોક્ષમાંથી કુલ ૮૪૦ નંગ બોટલો જેની એક બોટલની કિંમત ₹.૩૦૦/- લેખે ગણતાં ૮૪૦ બોટલના કુલ ₹.૨,૫૨,૦૦૦/- ની કિંમત દારૂનો જથ્થો મળી આવતા જેથી પકડાયેલા ડ્રાઈવર રાજેશભાઈ કરમસીંગ દેવડાનાઓને આ મુદામાલ બાબતે પોલીસે પૂછતા તેને જણાવેલ કે, સદરહુ ઇંગ્લિશ દારૂનો જથ્થો રાણાપુર કુંભારવાડામાં આવેલ ઠેકાના વેપારી નામે વિજયભાઈ ઉર્ફે સોનુજી રતિરામ સોનીનાઓ ભરાવેલ હતો અને સદરહુ મુદ્દામાલ વડોદરા ગોલ્ડન ચોકડીથી આગળ જઈ મોબાઈલથી સંપર્ક કરવા ભરુચના પાલેજના રહીશ સાજીદખાન પઠાણનાઓએ જણાવેલ. જેથી વગર પરમિટે મધ્યપ્રદેશના રાણાપુરથી આઇસર ટેમ્પામાં ભરુચના પાલેજ તરફ લઈ જવાતો ₹.૨,૫૨,૦૦૦/- ની કિંમતના ઇંગ્લિશ દારૂના ૭૦ બોક્ષ ઝડપી પાડી ₹.૫,૦૦,૦૦૦/- ની કિંમતનો આઇસર ટેમ્પો સહિત કુલ ₹.૭,૫૨,૦૦૦/- નો મુદ્દામાલ પોલીસે જપ્ત કરેલ છે.

આ બાબતે ગરબાડા ઇન્ચાર્જ પીએસઆઇ બી.બી.બેગડિયાએ ગરબાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી પકડાયેલા આઇસર ટેમ્પા ચાલક રાજેશભાઈ કરમસીંગ દેવડાની અટક કરી વધુ આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

પ્રથમ તબક્કે પોલીસને આઇસર ટેમ્પો ખાલી જોવાયો હતો પરંતુ પોલીસને શંકા જતાં ટેમ્પાની ઝીણવટભરી તલાશી લેતા ટેમ્પાના તળિયા નીચે ગુપ્ત ખાના બનાવેલા હોવાનું જણાતા તે તળિયું ખોલી જોતાં તેમાંથી ૭૦ બોક્ષ ઇંગ્લિશ દારૂના મળી આવ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments