THIS NEWS POWERED BY : RAHUL HONDA MOTORS
દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક હિતેશ જોયસર દાહોદનાઓએ જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા સારૂ LCB / પેરોલ ફર્લો સ્કોર્ડ નાઓને જરૂરી સુચના અને માર્ગદર્શન કરેલ, જે અનુસંધાને આજ રોજ તા.૨૨/૦૯/૨૦૧૮ શનિવારે LCB PSI પી.બી.જાદવ તથા પેરોલ ફર્લો સ્કોર્ડ PSI એ.એન. સોલંકી તેમજ LCB, પેરોલ ફર્લો સ્કોર્ડના પોલીસ માણસો તથા SRP જવાનો સાથે સંયુક્ત મા ટીમો બનાવી કતવારા પો. સ્ટે. વિસ્તારમાં મિલકત સંબંધી, શરીર સંબંધી ગુનાના નાસતા ફરતા, વોન્ટેડ આરોપીઓ ઝડપી પાડવા સારુ કોમ્બીંગ હાથ ધરેલ તે દરમિયાન મળેલ બાતમીના આધારે જેસાવાડા પો.સ્ટે. ના પ્રોહિબિશનના ગુનાનો નાસતો-ફરતો આરોપી ભારતભાઈ હુમલાભાઈ ખરાડ, રહે. સીમલીયાખુર્દ રાતીગાર તા.જિ. દાહોદ નાઓને ઝડપી પાડી જેસાવાડા પો. સ્ટેશને સોંપવામાં આવેલ.
આમ પકડાયેલા આરોપીના ઘરે તેમાં જ આશ્રય સ્થાનો ઉપર અવારનવાર કોમ્બિંગ કરવા છતાં પોલીસને જોઈ જંગલ તેમજ ડુંગરાળ વિસ્તારમાં નાસી છૂટવામાં સફળ રહેતા.
આમ LCB, પેરોલ ફર્લો સ્કોર્ડ પોલીસને પ્રોહિબિશનના ગુનાનાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મળેલ છે