THIS NEWS SPONSORED BY : RAHUL HONDA
દાહોદ SOG નું બિરદાવા યોગ્ય કાર્ય 6 દેશી તમંચા સાથે મધ્યપ્રદેશના 2 ઇસમોની કરી ધરપકડ, ગેરકાયદે હથિયારોની હેરાફેરીનો પરદાફર્શ કરતી દાહોદ SOG પોલીસ. દાહોદ SOG પોલોસે 6 દેશી તમંચા તેમજ 20 જીવતા કારતુશ સાથે મધ્ય પ્રદેશ ના 2 ઇસમોને ઝડપી પાડ્યા.
દાહોદ – પંચમહાલ રેન્જ આઈ.જી ની સીધી સૂચના અને દાહોદ જિલ્લા પોલીસવડા હિતેશ જોઇસરના માર્ગદર્શન હેઠળ દાહોદ SOG P.I. બી.આર. સંગડા, P.S.I. પી.બી.જાદવ અને સ્ટાફના જવાનો દ્વારા દાહોદ જિલ્લાના સહરદી વિસ્તારમાં ચેકીંગ હાથ ધરાયુ હતું. તેવા સમયે દાહોદ SOG પોલીસે મળેલી બાતમીના આધારે કતવારા પોલીસ સ્ટેશનની હદમાં મધ્યપ્રદેશ થી ગુલબાર ગામની ચોકડી ઉપર ચેકીંગ હાથ ધર્યું હતું તેવા સમય મધ્યપ્રદેશ તરફથી એક નંબર વગરની મોટર સાઈકલ ઉપર 2 યુવકો આવી રહ્યા હતા તેમને આદરીને ઝડતી લેતા તેઓ પાસથી 6 દેશી તમંચા તથા 20 કારતુસ સહિત નંબર વગર ની બાઈક ઝડપાઇ હતી. આ ઈસમો મધ્ય પ્રદેશના માનવરના રહેવાસી છે અને તેમના નામ (૧) પ્રહલાદસિંહ ગુલઝારસિંહ ચીખલીગર અને (૨) કાલુસિંહ તરસિંહ ચીખલીગર છે. બંને ગુનેગારો રીઢા છે અને અગાઉ મધ્યપ્રદેશના માનવરમાં ગેરકાયદે હથિયાર રાખવાના ગુનામાં ગુનેગાર છે. SOG પોલીસે 6 દેશી તમંચા કિંમત ₹.60000/-, 20 જીવતા કારતુસ ₹.2000 અને મોટોરસાયકલે કિંમત ₹.30000 મળી કુલ ₹.92,000/- નો મુદ્દામાલ કબ્જે કરી આર્મ્સ એકટ નો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જિલ્લામાં પહેલી વાર આટલી મોટી સંખ્યામાં ગેરકાયદેસર હથિયારોનો જથ્થો ઝડપાયો હતો તે નોંધીનીય બાબત છે અને SOG પોલિસની કામગીરીને બિરદાવી જોઈએ તેવું કહી શકાય.