THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
દાહોદ જિલ્લાના મુખ્ય Zydus સિવિલ હોસ્પિટલમાં આજે તા.૧૨/૦૭/૨૦૨૧ ને સોમવારના રોજ કોરોના વેવ 1 અને 2 દરમિયાન કોરોના વોરિયર્સની કામગીરીને ધ્યાનમાં રાખી ડોકટર્સ ને કરાયા સન્માનિત.
દાહોદ જિલ્લો ટ્રાઇબલ જિલ્લો છે અને દેશના વડા પ્રધાનની ખૂબ નિકટ આ જિલ્લો છે અને એટલે જ વડા પ્રધાન મોદીએ દાહોદમાં ppp મોડલ થઈ Zydus સિવિલની શરૂઆત કરી અને જેમાં Zydus ના MD પંકજ પટેલનો પણ સિંહ ફાળો છે. દાહોદ જિલ્લામાં આટલી મોટી હોસ્પિટલ ઉભી કરી અને તેમાં વારાફરથી નવી નવી સુવિધાઓ જોડતી જય છે. Zydus સિવિલમાં પહેલેથી X-ray, સિટી સ્કેન, RTPCR ટેસ્ટ, વેન્ટિલેટર વગેરે એકઝમીનેશન અને તેને લાગતી બીમારીઓ માટેની સુવિધાઓ ઉપલબ્ધ છે. અને જો કોરોના કાળના કપરા સમયમાં Zydus ન હોત તો દાહોદનો મૃત્યુઆંક કદાચ ખૂબ વધી જાત.
THIS NEWS IS POWERED BY –– SHRI KRISHNA SWEETS
કોરોનાના કપરા સમયમાં ભાવપૂર્વક કામગીરી અને પોતાના પરિવારની પરવા કર્યા વગર રાઉન્ડ ઘી કલોક જે ડોકટર્સએ સેવા બજાવી છે, તેવા સરકારી અને પ્રાઇવેટ ડોકટર્સને આજે દાહોદ Zydus હોસ્પિટલમાં સાલ ઓઢાડી અને મોમેન્ટો તથા સર્ટિફિકેટ આપી દાહોદના લોકલાડીલા સાંસદ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં મુખ્યત્વે કહીએ તો ડૉ.શીતલ શાહ, ડૉ. અરુણા ગણાવા, ડૉ કમલેશ નિનામાં, ડૉ મોહિત દેસાઈ, ડો હઠીલા, ડૉ કશ્યપ, ડૉ, બીરેન પટેલ, તથા અન્ય ડોકટર્સને સન્માનિત કરાય હતા. અને સાંસદે કહ્યું હતું કે દાહોદના કલેકટર વિજય ખરાડી પણ પોતે એક કોરોના વોરિયર ની જેમ કામ કરતા હતા. ભલે તેઓ આપણી સાથે આજે નથી તેઓની બદલી થઈ છે પણ પોતે કોરોના પેશન્ટને મળી હાલચાલ પૂછતાં હતા. અને ડોકટર્સની કામગીરી વિશે તો આપણે સાક્ષીએ તેટલું ઓછુ જ છે. કેમ કે ખરેખર ધરી ઉપરના ભગવાન હોય તો તે ડોકટર છે. અને તેમની આ કપરા કાળમાં અવિષમરણીય કામગીરી છે. જે કાયમ માટે લોકોને યાદ રહેશે. સાથે સાથે સાંસદે કહ્યું હતું કે આપણે પ્રાર્થના કરીએ કે ત્રીજી લહેર આવે જ નહીં અને આવે તો પણ આપણે બધાએ સાથે મળી પૂર્વ તૈયારી થી સામનો કરીએ. જેથી 3 જી લહેરમાં દાહોદમાં ઓછામાં ઓછું નુકશાન થાય અને લોકોને સારી મદદ અને સુવિધાઓ મળી રહે.