દાહોદ અનાજ મહાજન સાર્વજનિક સોસાયટી સંચાલિત નવજીવન સાયન્સ કોલેજ માં તા.૨૪, ૨૫ અને ૨૬ ડિસેમ્બર ના રોજ વિક્રમ સારાભાઈ અંતરિક્ષ પ્રદર્શનનું ત્રી-દિવસીય ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ત્રિ દિવસીય કાર્યક્રમ માં આશરે 15000 જેટલા વિધાર્થીઓ અને 5000 જેટલી જાહેર જનતા એ ભાગ લીધો હતો.
આ પ્રદર્શન માં ISRO દ્વારા કરવામાં આવેલી કામગીરી ની શોર્ટ ફિલ્મ, ISRO દ્વારા કરવામાં આવેલા દરેક મિશન તથા તે પાછળ ના વિજ્ઞાનિક કારણોની માહિતીના વર્કિંગ મોડલ, પેનલ મૂકવામાં આવ્યા હતા. આ સાથે સ્પેસ ઓન વ્હીલ, તથા રોકેટ લોન્ચિંગ જેવા પ્રયોગો નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંપૂર્ણ કાર્યક્રમ શાળા અને કોલેજ ના સમન્વય થી કરવામાં આવ્યો હતો. જેમાં 100 વિધાર્થીઓએ volunteer તરીકે ભાગ લીધો હતો.
આ સાથે SAC, ISRO માંથી આવેલ વૈજ્ઞાનિકો સાથે મુલાકાત કરવાનોના મોકો પણ વિધાર્થીઓને મળ્યો.
આ સાથે ત્રણ દિવસ volunteer તરીકે કામ કરનાર દરેક વિધાર્થીઓને પ્રમાણપત્ર અને મોમેન્ટો આપી વિધાર્થીઓ ને પ્રોત્સાહન આપ્યું હતું. આ સંપૂર્ણ કાર્યક્રમ કોલેજના કાર્યકારી આચાર્ય ડો.ગૌરાંગ ખરાડીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યો હતો.