કોઈકને મદદ કરવા કે તેના ચેહરા પર ખુશી લાવવા લાખો કે કરોડો રૂપિયાની જરૂર નથી : જિલ્લા મહામંત્રી નરેન્દ્ર સોની
દિવાળીના પાવન પર્વ નિમિત્તે દાહોદ જિલ્લા મહામંત્રી નરેન્દ્ર સોનીએ અનોખી રીતે ઉજવી દિવાળી… અને તેઓએ કહ્યું કે… બસ આપણી પાસે રહેલા થોડામાંથી માત્ર થોડુક આપીએ તો પણ કોઈને ખુશી આપી શકીએ છે… આપ પણ કરી જુઓ, અવશ્ય તમને સાચા સુખની અનુભૂતિ થશે. આપ પણ આ દિવાળી અને નવ વર્ષ પર કરી જુઓ અને શોધો આપની નજીકમાં જ રહેતા એવા બાળકોને કે જેમને ફટાકડા ફોડવા છે, પણ ફટાકડા નથી, જેમને મીઠાઈ ખાવી છે પણ તેમની પાસે નથી. આવા પ્રયાસના ભાગ રૂપે આજે મે પણ છેવાડાના નાના બાળકો વચ્ચે દીપાવલી મનાવી ખુશી વહેચી તો મને ખૂબ ખુશી મળી… Happy Diwali