Friday, April 4, 2025
Google search engine
HomeGarbada - ગરબાડાદુર્ગાષ્ટમીને અનુલક્ષીને ગરબાડા ચામુંડા માતાજીનાં મંદિરે તથા ગરબાડા પોલીસ સ્ટેશનમાં હવન કરવામાં...

દુર્ગાષ્ટમીને અનુલક્ષીને ગરબાડા ચામુંડા માતાજીનાં મંદિરે તથા ગરબાડા પોલીસ સ્ટેશનમાં હવન કરવામાં આવ્યું

PRIYANK CHAUHAN – GARBADA

માં આધ્યશક્તિની આરાધનાનું પાવન પર્વ એટલે નવરાત્રી અને તેમાં આશો સુદ અષ્ટમીને દુર્ગાષ્ટમી તરીકે ઓળખવામાં આવે છે અને દુર્ગાષ્ટમી અત્યંત ધાર્મિક મહત્વ હોય છે. આ અષ્ટમી ના પવિત્ર દિને ગરબાડા નગરમાં તથા ગરબાડા પંથકના અન્ય માતાજીનાં મંદિરોમાં ધાર્મિક વિધિસહ હવન કરવામાં આવે છે.

ગરબાડા મેઇન બજાર સ્થિત ચામુંડા માતાજીનાં મંદિરે વર્ષોથી ચાલતી આવતી પરંપરા મુજબ આ વર્ષે પણ આશો સુદ અષ્ટમી નિમિતે શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે હવન કરવામાં આવ્યું હતું અને યજ્ઞકુંડમાં શ્રીફળ હોમી હવનની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. જે તસવીરોમાં નજરે પડે છે.

દુર્ગાષ્ટમીનું હવન અને માતાજીનાં દર્શનનો તેમજ આરતીનો મોટી સંખ્યામાં માઈ ભક્તોએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી તથા માતાજીના જય જયકાર સાથે સમગ્ર વાતાવરણ ભક્તિ મય બન્યું હતું.

ગરબાડા પોલીસ સ્ટેશનમાં પણ દર વર્ષની જેમ આ વર્ષે પણ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે અને અષ્ટમીનું હવન કરવામાં આવ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments