

PIYUSH GAJJAR – VIRAMGAM
અમદાવાદ જિલ્લાના દેત્રોજ તાલુકાનાં મદ્રીસણા ગામમાં છેલ્લા ઘણાં સમયથી પાણીની મુખ્ય પાઇપલાઇન દ્વારા સમગ્ર ગામમાં વિતરણ કરવામાં આવે છે. પરંતુ આ આપવામાં આવતુ પાણી બહું ડહોળું હોવાની બૂમરાળ પડી છે ત્યારે ગામનાં લોકો દ્વારા સ્થાનીક તંત્ર અને વિરમગામ પાણી પુરવઠા વિભાગને જાણ કરવા છતાં કોઇ નક્કર પગલાં ભરાતાં નથી. હાલ સમગ્ર મદ્રીસણા ગામમાં પીવાનાં પાણીની ખૂબ જ સમસ્યા વર્તાઈ રહી છે. આ બાબતે તંત્ર ઘોર નિંદ્રામાં હોય એવુ લાગી રહ્યું છે. શું આ બાબતનુ તંત્ર દ્વારા કોઈ નિરાકરણ આવશે ખરું?