THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
તા.૦૧/૦૫/૨૦૨૦ ના રોજ ‘‘દેવગઢ બારીયા સબ જેલમાથી રાત્રીના સમયે એક બરેેકના બે-રૂમના તાળા તોડી લૂંટ, ધાડ, ઘરફોડ, ચોરી, મર્ડર,બળાત્કાર જેવા ગંભીર ગુન્હાના 13 ખુંખાર કાચા કામના કેદીઓ દીવાલ કુદી નાસી છૂંટેલ’’ જેની ગંભીરતા સમઝી મે. પોલીસ મહાનિર્દેશક અને અને મુખ્ય પોલીસ અધિકારી ગુ. રા. ગાંધીનગરનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ મહાનિરીક્ષક એમ.એસ. ભરાડા સાહેબ, પંચમહાલ ગોધરા રેન્જ, ગોધરાનાઓ તથા પોલીસ અધિક્ષક હિતેષ જોયસરનાઓએ તાત્કાલિક સબ જેલ દેવગઢ બારિયા ખાતે વિઝીટ કરી નાસી છૂટનાર ખુંખાર જેલ ફરારી કેદીઓને પકડવા માટે એક્શન પ્લાન બનાવેલ.
આ ખૂંખાર નાસી છૂટેલ જેલ ફરારી કેદીઓ અને ઝડપી પાડવા સારો પોલીસ અધિક્ષક હિતેશ જોયસરનાઓની આગેવાની તેમજ માર્ગદર્શન હેઠળ દાહોદ પોલીસની ટીમો ને જેલ ફરારી 13 કેદીઓ પૈકી 9 કેદીઓને ટૂંકા સમયગાળામાં ઝડપી પાડવામાં સફળતા મળી હતી. જે પૈકી બાકીના 4 ફરાર કેદીઓને ઝડપી પાડવા સારું પોલીસ અધિક્ષક હિતેશ જોયસર સાહેબનાઓએ LCB P.I. પી.ડી. શાહ તેમજ LCB P.S.I. પી.એમ. મકવાણા તેમજ SOG P.I. બી.આર. સંગાડા તેમજ SOG P.S.I. આર.પી. ડોડિયા તથા પેરોલ ફર્લો સ્કવોડ P.S.I. આઇ.એ.સિસોદિયા તેમજ ગરબાડા પો.સ્ટે. P.S.I. એ.એ. રાઠવાનાઓની જુદી જુદી ટીમો બનાવી તેઓના આશ્રય સ્થાનો ઉપર વ્યૂહાત્મક રીતે આયોજન બદ્ધ અસરકારક કોમ્બિંગ હાથ ધરવા સૂચના અને માર્ગદર્શન કરેલ.
જે અનુસંધાને આ ટીમો સતત દાહોદ મધ્યપ્રદેશ બોર્ડર ના ગામોમાં તેમજ જંગલ ડુંગરાળ વિસ્તારમાં રાતદિવસ વેશપલટો કરી આ બાકી જેલ ફરારી કેદીઓને ઝડપી પાડવા સારું સતત કાર્યરત હતી જેનો રોજેરોજ સતત મોનિટરિંગ પોલીસ અધિક્ષક દાહોદનાઓ કરી રહેલ હતા. આજે તા.૧૧/૦/૫/૨૦૨૦ ને સોમવારના રોજ LCB P.I. પી.ડી. શાહનાઓને માહિતી મળેલ કે મુખ્ય સૂત્રધાર જેલ ફરારી આરોપી રાકેશ જવાભાઈ માવી રહે.માતવા, તા.ગરબાડા જી.દાહોદનાનો ચોરીછૂપીથી કાલે ગરબાડા ના ભે પાટીયા ગામે આવેલ જંગલના રસ્તે થઈ મધ્ય પ્રદેશમાં પ્રવેશવાની ફિરાકમાં છે જે બાતમીના આધારે LCB P.I. પી.ડી શાહનાઓની આગેવાનીમાં LCB P.S.I. પી.એમ. મકવાણા તેમજ SOG P.I. બી.આર. સંગાડા તેમજ SOG P.S.I. આર.પી. ડોડિયા તથા પેરોલ ફર્લો સ્કવોડ P.S.I. આઇ.એ.સિસોદિયા તેમજ ગરબાડા પો.સ્ટે. P.S.I. એ.એ. રાઠવાની સંયુક્ત ટીમો આયોજનબદ્ધ વેશપલટો કરી ભે પાટીયા ગામે જંગલમાં વોચ ગોઠવેલ જેનું મોનિટરિંગ પોલીસ અધિક્ષક દાહોદના કરી રહેલ. તે દરમિયાન આ જેલ ફરારી આરોપી રાકેશ જવાભાઈ માવીનાઓ મધ્યપ્રદેશને અડીને આવેલ ભે પાટીયા ગામના જંગલમાંથી ચોરીછૂપીથી બહાર નીકળવા જતા આ ટીમ હોય તેને કોર્ડન કરવા જતાં પોલીસને જોઈ પાછો વળી પરત જંગલમાં નાસવા જતા આ ટીમો તેને ફિલ્મી ઢબે પીછો કરી જંગલમાંથી ઝડપી લીધેલ.
પકડાયેલ જેલ ફરારી આરોપી રાકેશ જવાભાઈ માવીનો ઇતિહાસ એવો છે કે તે માતવા ગેંગનો મુખ્ય સૂત્રધાર હોઈ જે અગાઉ લૂંટ, ધાડ, ઘરફોડ ચોરી તેમજ રાત્રીના સમયે હાઈવે રોડ ઉપર પથ્થર મૂકી વાહનોમાં પંચર પાડી તેની ગેંગના સાગરીતો સાથે ભેગા મળી વાહન ચાલકોને મારક હથિયારોથી જીવલેણ હુમલો કરી લૂંટ ચલાવી જંગલ વિસ્તારમાં નાસી છુટતાં. પકડાયેલા આરોપી અગાઉ દાહોદ જિલ્લા તેમજ જિલ્લા બહારના લૂંટ, ધાડ, ઘરફોડ ચોરી તેમજ રાત્રીના સમયે હાઇ-વે લૂંટના કુલ ૩૯ ગુનાઓમાં પકડાઇ ચૂકેલ છે. આમ દેવગઢ બારિયા સબ જેલમાંથી દીવાલ કૂદીને નાસી છૂટેલ 13 કેદીઓ પૈકી વધુ એક મુખ્ય સૂત્રધાર જેલ ફરારી કેદી રાકેશ જવાભાઈ માવી રહે.માતાવા નાઓને દાહોદ મધ્યપ્રદેશ બોર્ડર ઉપર થી ઝડપી પાડવામાં દાહોદ પોલીસની ટીમને સફળતા મળેલ છે.