આજ તા ૨૬/૦૭/૨૦૨૫ ને બુધવાર ના રોજ દાહોદ જિલ્લા કિસાન મોરચા દ્વારા દાહોદ જિલ્લામાં આપણા દેશના લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા “એક પેડ માઁ કે નામ” ના કાર્યક્રમ દ્વારા દાહોદ જિલ્લામાં લીમખેડાની આર્ટ્સ કોલેજ, સિંગવડ તાલૂકાના કેશરપુર ગામે રત્નેશ્વર મહાદેવ ઉ. મા હાઈસ્કૂલ, લીમખેડા તાલુકાના વડેલા ગામેં બક્ષીપંચ આશ્રમ શાળા, દેવગઢ બારીયા શહેરમાં સ્વાગત સરદારસિંહ હાઈસ્કૂલ તથા દેવગઢ બારીયાના સાલીયા ગામે કબીર મંદિર (ગૌશાળા) માં વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો. જેમાં ગુજરાત પ્રદેશ કિસાન મોરચાના ઉપાધ્યક્ષ અને મધ્ય ઝોનના કિસાન મોરચાના પ્રભારી ડી ડી ચુડાસમા, ગુજરાત પ્રદેશ કિસાન મોરચાના કારોબારી સભ્ય રમેશભાઈ ગારી, દાહોદ જિલ્લા પંચાતના પૂર્વ ઉપાધ્યક્ષ સરતાનભાઈ ચૌહાણ, જિલ્લા પંચાયત સભ્ય ટી કે બારીયા, બી જે પી લીમખેડાના પ્રમુખ સામાભાઈ કટારા, મહામંત્રી પપ્પુભાઈ જૈન, કનકભાઈ પટેલ, લીમખેડા તાલુકા પંચાયતના પ્રમુખ નરવતભાઈ ડાંગી, તા.સભ્ય કિરીટભાઈ ગુર્જર તથા લીમખેડા કોલેજના મંત્રી ભરતભાઈ ડી ભરવાડ, અરવિંદભાઈ ચોહાણ આઈ. ટી. સેલ તથા બી જે પી ના કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતા.