Rakeshbhai Maheta – Arvalli Bureau
અરવલ્લી જીલ્લાના ધનસુરા તાલુકાના સી. સીટીઝન ટ્રસ્ટ અને સારસા સતકૈવલ આઈ હોસ્પીટલના સહયોગથી ધનસુરા ખાતે રવિવારના રોજ જે. એસ. મહેતા હાઇસ્કુલના સાંસ્કૃતિક હોલમાં નિશુલ્ક નેત્ર નિદાન કેમ્પ યોજાયો હતો. જેમાં આશરે 250 જેટલા દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો અને જેમાં તેમની તપાસ કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમાંથી 45 જેટલા વ્યક્તિઓને મોતિયાના નિશુલ્ક ઓપરેશન માટે લઇ જવાયા હતા જ્યાં તેમને રહેવા જમવાની સગવડ હોસ્પીટલ દ્વારા નિશુલ્ક પુરી પાડવામાં આવી હતી. આ કેમ્પને સફળ બનાવવા માટે ટ્રસ્ટના પ્રમુખ જે. સી. શાહ, કોદરભાઇ પટેલ, નરેન્દ્રભાઈ શાહ, ધીરુભાઈ પટેલ, વસંતભાઈ મહેતા તેમજ અન્ય હોદ્દેદારોએ ખુબજ સારો સાથસહકાર આપ્યો હતો.