Crime Reporter > Priyank Chauhan – Garbada
દાહોદમાં લુટના વધતા ગુના અટકાવવા માટે દાહોદ જીલ્લા પોલીસ વડા મયંકસિંહ ચાવડાની સુચના અને નાયબ પોલીસ વડા બલદેવ દેસાઈના માર્ગદર્શન હેઠળ જીલ્લાના ધાનપુર તાલુકાના રૈયાવરણ ગામે ધાનપુર પોસઈ બી.જી.રાવલ પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન રોડ પર દારૂપીને ફાકડો બની ને ફરતા તેજ ગામના નીચવાસ ફળિયાના કમલેશ માનસિંગ બામણીયા ને ધાનપુર પોલીસે અટક કરી પ્રોહીબીસન ની કલમ હેઠળ કાર્યવાહી કરી હતી. અને આ દરમ્યાન તેની પૂછપરછ કરતા તેને ધાનપુર ની એક ઘરફોડ , ગોધરાની ઘરફોડ, અંને ગોધરાની બે લુટ કબુલ કરેલ છે અને હજી આ આરોપીની તપાસ ચાલી રહી છે જેમાં દાહોદ જીલ્લા અને પંચમહાલના અન્ય ગુનાઓ ઉકેલાય તેવી શક્યતાઓ છે.