Saturday, April 5, 2025
Google search engine
HomeDhanpur - ધાનપુરધાનપુર પો.સ્ટે. હદના કાલિયાવાડ ગામોમાં બનેલ અનડિટેક્ટ મર્ડરના ગુન્હાને ગણતરીના દિવસોમાં ડિટેક્ટ...

ધાનપુર પો.સ્ટે. હદના કાલિયાવાડ ગામોમાં બનેલ અનડિટેક્ટ મર્ડરના ગુન્હાને ગણતરીના દિવસોમાં ડિટેક્ટ કરી આરોપીને ઝડપી પડતી ધાનપુર પોલીસ

ગત તા.૧૩/૦૫/૨૦૧૯ ના રોજ ધાનપુર પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં. ૪૧/૨૦૧૯ IPC કલમ ૩૦૨ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબનો ગુનો દાખલ થયેલ જે ગુન્હાની હકીકત એવી છે કે તા૧૨/૦૫/૨૦૧૯ ના રોજ રાત્રીના સુમારે આ કામે મરણ જનાર મીનાક્ષીબેન સુરેશભાઈ પંચાલ રહે. કાલિયાવાડ, તા.ધાનપુર, જિ. દાહોદનાની તેના નાના છોકરા સાથે તેના ઘરની બહાર ખાટલામાં ઊંઘેલ હતી. તે દરમિયાન રાત્રીના સુમારે કોઈ અજાણ્યા ઇસમે તેના કપાળના ભાગે ત્રિકમના ફટકા મારી તેનું મોત નીપજાવી નાસી ગયેલ. જે સંબંધે ઉપરોક્ત નંબરથી ગુનો દાખલ કરવામાં આવેલ અને ગુન્હા સંબંધે મે. પોલીસ અધિક્ષક હિતેશ જોયસર તથા લીમખેડા ડિવિઝન ના.પો.અધિ. કાનન દેસાઈ તથા દે. બારીયા સર્કલ પો.ઈન્સ. આર.એફ. બારીયા નાઓએ અનડિટેક્ટ મર્ડરના ગુનાને આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી સત્વરે ડિટેકટ કરવા સુચના આપેલ. જે ઉપરી અધિકારીઓની સુચના અને તેઓના સીધા માર્ગદર્શન હેઠળ તેમજ LCB પો.ઇન્સ. એચ.પી. કરેણનાઓના સતત સંપર્કમાં રહી તેઓનું જરૂરી માર્ગદર્શન મેળવી પો.સ.ઇ. એસ.જી. રાઠોડ તથા સ્ટાફના અ.હે.કો. રણજીતસિંહ સમરસિંહ બ.નં. ૧૦૭૯, અ.હે.કો. કનુભાઈ ભાથુભાઈ બ.નં.૭૧૪ તથા અ.હે.કો. અર્જુનભાઈ રમેશભાઈ બ.નં. ૧૦૧૭૭ તથા આ.પો.કો. મોહનભાઈ કીડીયાભાઈ બ.નં. ૨૮૦ નાઓ સાથે મળી બે અલગ-અલગ ટીમની રચના કરી તેમ જ આધુનિકલ ટેકનોલોજીનો ઉપયોગ કરી તેમજ શક પડતા ઈસમો બાબતે સાહેદોના નિવેદનો મેળવી તપાસ કરતાં ગુનો કરવામાં કુણધા ગામના અર્જુનભાઈ સનાભાઇ કટારા રહે. કુણધા તા.લીમખેડા, જિ.દાહોદનાઓ ઉપર શક જતા તેના લોકેશન ટ્રેસ કરી અમદાવાદ, ગોધરા, લીમખેડા તથા રાજસ્થાનના ગલીયાકોટ જેવા સ્થળોએ તપાસ કરી અંગત બાતમીદારો થી બાતમી મેળવી તેને રાજસ્થાનના ગલીયાકોટ ગામેથી ઝડપી પાડી સદર ગુના સંબંધે સઘન પૂછપરછ કરતા અંતે તે ભાંગી પડેલ અને ગુનાની કબૂલાત કરતાં તેને જણાવેલ કે મારી પત્ની રેખાબેનને મારી સાસરીના માણસો મોકલતા ન હોય અને હું મારી પત્ની રેખાને તેડવા અવાર-નવાર જતો ત્યારે મારી બાઈસાસુ (મોટી સાળી) મીનાક્ષીબેન મારી સાથે બોલાચાલી, તકરાર કરી મને ધાક ધમકી આપતી હતી. જેથી ગઈ તા.૧૨/૦૫/૨૦૧૯ ના રોજ તે ઘરે એકલી હોવાની માહિતી મળતા હું રાત્રે તેના ઘરે ગયેલ અને રાત્રીના તે ઊંઘેલ હતી તે વખતે આવેશમાં આવી તેના ખાટલાની બાજુમાં પડેલ ત્રિકમ વડે તેના કપાળના ભાગે બે-ત્રણ ધા મારી હું ત્યાંથી ભાગી ગયેલ હોવાની હકીકત તેને જણાવી ગુનાની કબૂલાત કરેલ આમ ધાનપુર પોલીસે કાલિયાવાડ ગામે રાત્રીના સુમારે બનેલ અનડીટેકટ મર્ડર ડિટેક્ટ કરી આરોપીને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments