ALPESH TRIVEDI – DHORAJI
ધોરાજી ની પ્લાસ્ટીકની ફેકટરીમાં લાગી આગ લાખોનુ નુક્શાન.
ધોરાજી ના જેતપુર નેશનલ હાઈવે પર આવેલી જય પ્લાસ્ટિક ની ફેક્ટરીમાં ભયાનક આગ લાગી હતી અને આગ ઓલવવા નગરપાલિકા ના ફાયર બ્રિગેડ દ્વારા આગને કાબૂમાં લેવા મા આવી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ફાયર ફાઈટર થી મહામહેનતે આગ પર કાબુ મેળવવા મા આવેલ ફેક્ટરીના માલિક દિવ્યેશ ઉંધાડે જણાવેલ કે કારખાનુ બંધજ હતુ અને રાત્રીના અગિયાર વાગ્યે શોટ સરકીટ ને લઈને આગ લાગેલ નુ જણાવેલ હતું કે આગની જાણ થતા આગ બુઝાવવાની કોશીશ કરેલ પરંતુ આગે વિકરાળ સ્વરૂપ લઈલેતા ફાયર બ્રિગેડને જાણ કરેલ અને ત્રણ ફાયર બ્રાઉઝર દ્વારા આગને કાબુમા લેવામાં આવી હતી આગ કાબુમા ત્રણ કલાક સતત પાણીનો મારો ચલાવી આગને બુઝાવવા પ્રયત્નો હાથ ધરવામાં આવેલ પરંતુ વિકરાળ આગે સમગ્ર ફેક્ટરી લપેટમા લઈ લીધી હતી. જેને લઈને સંપુર્ણ પણે મશીનરી પ્લાસ્ટીકનો કાચો અને પાકો માલ નાશ પામ્યો હતો તેમજ ફેક્ટરીના બાંધકામને પણ મોટી નુક્શાની થઈ હતી અને અંદાજીત રુપિયા પંદર થી વિસ લાખ રુપીયાની નુક્શાની થયાનો ફેક્ટરી માલિકે જણાવેલ હતુ જોકે બંધ ફેક્ટરીમાં બનેલી આગની ઘટના ને લઈને કોઈ જાનહાની થયેલ નથી આ વિસ્તાર ઇન્ડસ્ટ્રીયલ પ્લાસ્ટીક નાં ઘણાં કારખાનાં પણ આવેલ છે પણ ફાયર બ્રિગેડ તાત્કાલીક ઘટનાં પહોંચી આ આગ ને કાબુમાં લેતાં આગ અન્ય કારખાનાં ઓમાં લાગી ન હતી