ALPESH TRIVEDI – DHORAJI
સમગ્ર ગુજરાત સહિત ધોરાજી માંપણ હાલ છેલ્લા કેટલાક સમય થી પગાર વધારા મુદ્દે આંદોલન ચાલી રહ્યું છે. જેમાં મહિલાઓ એ ખાસ કરીને માનવતા મહેકાવી છે એવું કહી શકાય કે સૌરાષ્ટ્ર ના ખૂણે ખૂણે માનવતા જીવન્ત છે જેનો એક દાખલો ધોરાજી માં આંગણવાડી માં ફરજ બજાવતી મહિલાઓ એ આપ્યો છે પગાર વધારા મુદ્દે વિવિધ આંદોલન નું માર્ગ અપનાવ્યો છે પણ મહિલાઓ એ એ વાતની ખાસ તાકીદ રાખી હતી કે પગાર વધારો એક સરકાર શ્રી સામે મહિલાઓ ની રજુઆત છે પણ ભૂલકાઓ પોષક આહાર થી વન્ચિત ન રહે તેની ધોરાજી આંગણવાડી મહિલા વર્કરો એ ખાસ તાકીદ રાખી અને નાસ્તો અને પૂરક આહાર આપી માનવતા જીવન્ત રાખવાનો દાખલો બેસાડ્યો છે. તમામ બાળકો ને આંગણવાડીના નિયમિત સમયે તમામ ભૂલકાઓને માટે આંગણવાડીમાં નાસ્તઓ આપવાની સુંદર વ્યવસ્થા ગોઠવેલ છે જે અભિનન્દનને પાત્ર છે અને દેશના ભાવિનું સિંચન કરનારી બહેનોએ હડતાલના કથિત સમયમાં પણ બાળકો પ્રત્યે પોતાની માનવતા દર્શાવી અને એક નવી રાહ ચીંધી છે.
ધોરાજી આંગણવાડીની મહિલા વર્કરોએ પોતાની પ્રાથમિક જવાબદારી નિભાવી હડતાલ દરમિયાન પણ બાળકોને નિયમિત નાસ્તો અપાવીયો : બાળકો ભુખીયા ન રહે તેની ખાસ તાકીદ રાખી
RELATED ARTICLES