ALPESH TRIVEDI – DHORAJI
ધોરાજીમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાયો વાલી સંમેલન જેમાં હરીભકતોએ લાભ લીધો હતો. ધોરાજીના જુનાગઢ રોડ પર આવેલ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે આજ રોજ યોજાયો વાલી સંમેલન. જેમાં ગુરુ હરી મહંત સ્વામિ મહારાજ વિડીયો કોનફરન્સ દ્વારા આર્શિવચન પાઠવ્યા હતા તથા સાધુ કલ્યાણમૂર્તિ દાસ તથા સાધુ નિર્દોષસેવા દાસે તથા અન્ય મહાનુભાવો તથા હરી ભક્તોની ઉપસ્થિતિમાં વાલી સંમેલનનો લાભ લીધો હતો. બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના સભાખંડમાં વાલી સંમેલનમાં વાલીઓને માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યું હતું તથા જુનાગઢ તેમજ અન્ય ગામોમાં પણ વાલીઓને માહિતી અપાય છે કે જો પોતાના બાળકોને સંસ્કાર આપવામાં નહી આવે તો સંપતિ અને સન્માન બંને જતું રહેશે તમામ ગામડાંનો પ્રશ્ન છે જેને જાણ્યો છે જેથી બાળકોનો વિકાસ થાય બાળ જાગૃતિ માટે આ સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું બાળકો પોતાના માતાપિતાને સાચા અર્થમાં પગે લાગતાં થાય બાળકો પોતાના માતાપિતાનું અનુકરણ કરતાં થાય તથા બાળકો પોતાના વાલીઓનુ પ્રતિબિંબ છે તેવું અરીસામાં દેખાય છે વાલી તરીકે આપણું જીવન કેવું હોવું જોઈએ જે આ વાલી સંમેલનમાં જાણકારી આપવામાં આવી હતી