Friday, January 24, 2025
Google search engine
HomeViramgam - વિરમગામનવરાત્રી દરમ્યાન અમદાવાદ જીલ્લાના ૪૫૦થી વધુ ગામોમાં વાહકજન્ય રોગ અંગે જનજાગૃતિ કરાઇ...

નવરાત્રી દરમ્યાન અમદાવાદ જીલ્લાના ૪૫૦થી વધુ ગામોમાં વાહકજન્ય રોગ અંગે જનજાગૃતિ કરાઇ : બેનરો લગાવવામાં આવ્યા

 

 

  • આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા મેલેરીયા, ડેન્ગ્યુ સહિતના વાહકજન્ય રોગોથી બચવાના ઉપાયો સમજાવવામાં આવ્યા.

વિરમગામ સહિત સમગ્ર અમદાવાદ જિલ્લામાં જગત જનતી આધ્યશક્તિ અંબાજી માતા સહિતના અનેક માતાજીની નવરાત્રી મહાપર્વ દરમ્યાન માઇ ભક્તો દ્વારા પુજન અર્ચન કરીને આરાધના કરવામાં આવી હતી. નવરાત્રી દરમ્યાન મોટી સંખ્યામાં લોકો ગરબે રમવા માટે એકઠા થતા હોવાથી એક સાથે મહત્તમ જનસમુહાય સુધી આરોગ્ય વિષય સંદેશ પહોચાડી શકાય તેવા ઉદેશ્યથી અમદાવાદ જીલ્લા મેલેરીયા અધિકારી નરેન્દ્રસિંહ રાઠોઠના માર્ગદર્શન મુજબ ૪૫૦થી વધુ ગામોમાં મેલેરીયા, ડેન્ગ્યુ સહિતના વાહકજન્યો રોગો અંગે જનજાગૃતિ કરવામાં આવી અને લોકોને ગરબા દરમ્યાન બેનર્સ લગાવીને વાહકજન્ય રોગોથી બચવાના ઉપાયો સમજાવવામાં આવ્યા હતા. નવરાત્રી દરમ્યાન એક સાથે અનેક ગામમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા આ ભગીરથ કાર્ય કરવામાં આવ્યુ હતુ.
જિલ્લા મેલેરીયા અધિકારી નરેન્દ્રસિંહ રાઠોડે જણાવ્યુ હતુ કે, નવરાત્રી પર્વ દરમ્યાન અમદાવાદ જિલ્લાના ૪૫૦થી વધુ ગામોમાં ગરબા દરમ્યાન બેનર્સ લગાવીને મેલેરીયા, ડેન્ગ્યુ સહિતના વાહકજન્યો રોગો અંગે જનજાગૃતિ કરવામાં આવી હતી. ગુજરાત સરકારે વર્ષ ૨૦૨૨ સુધીમાં મેલેરીયા એલીમીનેશન કરવાના નિર્ધાર કર્યો છે, જેના ભાગરૂપે આરોગ્ય વિભાગ દ્વારા વાહકજન્ય રોગ અટકાયત કામગીરી સઘન બનાવવામાં આવી છે. મેલેરીયાથી બચવા માટે પાણીના ખુલ્લા વાસણો હવા ચુસ્ત ઢાંકણથી ઢાકીને રાખવા. પાણીની ટાંકી, ફુલદાની, કુલર, ફ્રીજની ટ્રે અઠવાડીયામાં એક વખત અવશ્ય સાફ કરો. ઘરની આસપાસ પાણી ન ભરાવા દો. પાણીના ખાડા ખાબોચીયા પુરી દો અથવા તો વહેવડાવી દો. કોઇ પણ તાવ મેલેરીયા હોય શકે છે. ઉલટી ઉપકા થાય, માથામાં દુખાવો થાય, શરીરમાં કળતર થાય, ઠંડી અને ધ્રુજારી સાથે તાવ આવે જેવા કોઇ પણ લક્ષણો જોવા મળે તો નજીકના સરકારી દવાખાનામાં જઇને નિશુલ્ક લોહીની તપાસ કરાવવી જોઇએ. મેલેરીયાનો ફેલાવો મચ્છરથી જ થાય છે એટલે મચ્છરની ઉત્પત્તિ અટકાવશો તો મેલેરીયા થતો રોકી શકાશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments