KEYUR PARMAR – DAHOD
THIS NEWS IS SPONSORED BY: RAHUL MOTORS
તા.૧૩ અને ૧૪/૦૫/૨૦૧૮ રવિવાર તથા સોમવારના રોજ નેપાળ ખાતે ૩જી ઇન્ટરનેશનલ વાડી-રયુ કરાટે ચેમ્પીયનશીપ – ૨૦૧૮ યોજાનાર છે. આ કરાટે ચેમ્પિયનશિપમાં ૧૪ જેટલા દેશો જેમાં નેપાળ સહિત ભારત, જાપાન, અમેરિકા, ફિલીપાઇન્સ, બાંગ્લાદેશ, પાકિસ્તાન, શ્રીલંકા, ભુતાન, મલેશિયા, અફઘાનિસ્તાન, જર્મની, યુ.કે., તાઇપેઈ ના કરાટેકાઓ (ખેલાડીઓ) ભાગ લઈ રહ્યા છે જેમાં ભારત દેશમાંથી ગુજરાત રાજ્યના દાહોદ અને મહીસાગર જિલ્લાના કરાટેકાઓએ (ખેલાડીઓ) ભાગ લેવા આજે વહેલી સવારમાં ટ્રેન દ્વારા દિલ્હી જવા રવાના થયા અને ત્યાંથી તેઓ પ્લેન દ્વારા નેપાળના કાઠમંડુ જવા રવાના થશે.
ટ્રેડિશનલ વાડો-રયુ કરાટે ડો ઇન્ડિયાના ટેકનીકલ ડાયરેક્ટર, ચીફ એક્ઝામીનર અને ચીફ કોચ રાકેશ એલ. ભાટીયાના માર્ગદર્શન હેઠળ સિનિયર કોચ કલ્પેશ એલ. ભાટિયા (પ્રમુખ, ટ્રેડિશનલ વાડો-રયુ કરાટે ડો ગુજરાત) તથા મેનેજર તરીકે સિનિયર કોચ અને કેયુર એ. પરમાર (જનરલ સેક્રેટરી, ટ્રેડિશનલ વાડો-રયુ કરાટે ડો ઇન્ડિયા) દ્વારા તૈયાર કરાયેલ કરાટેકાઓ (ખેલાડીઓ) જેમાં (૧) પેટ્રોલવાલા કુત્બુદ્દીન મુર્તુજાભાઈ, (૨) ગાંધી આર્યન અંકુરભાઇ, (૩) પટેલ વેદ કિરીટભાઈ, (૪) પટેલ કબીર હેમંતભાઈ આ ચારે કરાટેકાઓ સેંટ મેરી સ્કૂલ, દાહોદના (૫) ગરાસિયા વંદન કરશનભાઇ સેંટ જ્હોન આઈ.પી.મિશન શાળા, દાહોદના (૬) મહિડા ધરતીબેન વિપુલભાઈ કે જે હસુબેન ગર્લ્સ પ્રા. શાળાની વિદ્યાર્થીની છે તથા (૭) ગડીયા હિત સંજયભાઈ કે જે સેંટ મેરી સ્કૂલ, સંતરામપુરનો વિદ્યાર્થી છે. આ તમામ કરાટેકાઓ (ખેલાડીઓ) દાહોદ ખાતે થી આજ રોજ તા.૧૧/૦૫/૨૦૧૮ શુક્રવારના વહેલી સવારમાં ૦૫:૦૦ કલાકે ગોલ્ડન ટેમ્પલ એક્સપ્રેસ ટ્રેનથી દિલ્હી જવા રવાના થયા છે અને ત્યાંથી પ્લેન મારફત નેપાળના કાઠમંડુ પહોંચશે ત્યાં તેઓ તા.૧૩/૦૫/૨૦૧૮ અને તા.૧૪/૦૫/૨૦૧૮ના રવિવાર અને સોમવારના રોજ ૩જી ઇન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનશીપમાં ભાગ લઈ તા.૧૭/૦૫/૨૦૧૮ ના રોજ રાત્રીના ૦૯:૦૦ કલાકે દાહોદ ખાતે પરત ફરશે.
આ આખી ટીમને ટ્રેડિશનલ વાડો -રયુ કરાટે ડો ઇન્ડિયાના પ્રેસિડેન્ટ વિનોદ વી. ખપેડ, સેંટ મેરી સ્કૂલ, દાહોદના ટ્રસ્ટી ઝૂબિન કોન્ટ્રાક્ટર, તથા લખનભાઈ રાજગોર દ્વારા જીતીને આવે તેવા અભિનંદન પાઠવવામાં આવ્યા છે.