અમારા સૂૂત્રઓ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના ખડકી ગામ જે ટોલ પ્લાઝાની બાજુમાં આવેલું છે. અહીંયા સંકટ મોચન હનુમાનદાદાની મૂર્તિ આવેલી છે. લોકમાન્યતા તેમજ અહીંયાના ત્યાગી બાપુ રામા નંદજી મહારાજનું કહેવું છે કે આ મંદિરની અંદર દર્શનાર્થે આવનાર ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે તેમજ અહીંયા મંદિરમાં એક નાનો પથ્થર છે તેના ઉપર સાચા મનથી જે કોઈ પોતાના મનમાં ઈચ્છા ધારે અને તેના ઉપર બેસેે અને જો તે મનમાં ધરેલ ઈચ્છા સાચી પડવાની હોય તો આ પથ્થર આપણા સાથે ગોળ ગોળ ફરે છે, અને આપણા પ્રશ્નનો જવાબ પુરવાર થાય એવું લાગી રહે છે. ઘણા વર્ષોથી અહીંયા લોકો આવે છે અને તેઓના પ્રશ્નનો જવાબ આ પથ્થર ફરવાથી મળી જાય છે. તેવી વર્ષો જૂની માન્યતાઓ છે અને તે પુરવાર પણ થાય છે ઘણા લોકો માનતા પણ માનીને પ્રશ્નો કરે છે અને તેઓનું કામ થઈ જતા જે માનતા માની હોય તે મંદિર ખાતે મોકલી આપે છે આ એક બાબત અજાયબી લાગી રહી છે પણ તે સત્યતા ને આરે છે એવું જણાઈ આવે છે.
પંચમહાલના કાલોલ તાલુકાના ખડકી ગામે સંકટ મોચન હનુમાન મંદિરમા લોકોની મનોકામનાઓ થાય છે પરિપૂર્ણ
RELATED ARTICLES