Saturday, April 5, 2025
Google search engine
HomeGodhra - Panchmahalપંચમહાલના ચંચેલાવ ખાતે ટ્રેડિશનલ વાડો-રયુ કરાટે ડો ઇન્ડિયા દ્વારા બે દિવસીય ભવ્ય...

પંચમહાલના ચંચેલાવ ખાતે ટ્રેડિશનલ વાડો-રયુ કરાટે ડો ઇન્ડિયા દ્વારા બે દિવસીય ભવ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

KEYUR PARMAR – DAHOD

 

પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના ચંચેલાવ ખાતે ભાટીયા કરાટે એકેડમી સંચાલિત ટ્રેડિશનલ વાડો-રયુ કરાટે ડો ઇન્ડિયા દ્વારા કરાટેના બે દિવસીય ભવ્ય કેમ્પનું આયોજન તા.૧૭ અને ૧૮/૦૨/૨૦૧૮ શનિવાર અને રવિવારના રોજ કરવામાં આવનાર છે. આ કરાટે કેમ્પનું આયોજન ચંચેલાવ સ્થિત કે.જી.પરમાર ઉ.માં. વિદ્યાલય ખાતે રાકેશ એલ. ભાટીયા (5th Dan Black Belt) ટેક્નિકલ ડાયરેક્ટર અને ચીફ એકઝમીનરના માર્ગદર્શન હેઠળ રાજુ આદિદ્રવિડર, કિરીટ પટેલ, જાબીરભાઈ શેખ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.

આ કરાટે કેમ્પની શરૂઆત શાળાના ટ્રસ્ટી સમરસિંહ પટેલ (પંચમહાલ જિલ્લા કારોબારી અધ્યક્ષ), કબીર મંદિરના છોટે મહંત પ્રકાશદાસજી મહારાજ, રાકેશ એલ. ભાટીયા, વિનોદ વી. ખપેડ (4th Dan Black Belt, ઇન્ડિયા પ્રેસિડેન્ટ – ટ્રેડીશનલ વાડો રયુ કરાટે ડો ઇન્ડિયા), કલ્પેશ એલ. ભાટીયા (4th Dan Black Belt, ગુજરાત પ્રેસિડેન્ટ, ટ્રેડિશનલ વાડો રયુ કરાટે ડો ઇન્ડિયા), કેયુર એ. પરમાર (3rd Dan Black Belt, ઇન્ડિયા જનરલ સેક્રેટરી) જાબીરભાઈ શેખ (ભાજપ લઘુમતિ મોર્ચાના પ્રમુખ), કિરીટભાઈ પટેલ, સાનતભાઈ બારીયા, અનુપસિંહ નાયકા,ગોરભાઈ, સંજયભાઈ પટેલ (ગોધરા તાલુકા કારોબારી સભ્ય) વગેરે હાજર રહ્યા હતા.

આ કેમ્પમાં પ્રથમ દીપ પ્રાગટ્ય થી શરૂઆત કરવામાં આવી ત્યારબાદ દરેક મહાનુભાવોને પુષ્પમાળા પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું અને પછી રાકેશ એલ. ભાટીયા સર દ્વારા કારટેની બેઝીક તાલીમ આપવામાં આવી અને ત્યાંર બાદ તે બધાજ વિદ્યાર્થીઓને એડવાન્સ તાલીમ આપવામાં આવી. આ એડવાન્સ તાલીમ માં બાળકોને પોતે પોતાનું રક્ષણ કેવી રીતે કરી શકે તે બતાવ્યું હતું અને વધુમાં તેમણે કરાટેનો જેને આત્મા કહી શકાય તે કાતા ની ટ્રેનિંગ પણ આપી હતી. અને બીજા દિવસે સવારમાં રાજ્ય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે કરાટેની વિવિધ સ્પર્ધાઓમાં કેવી રીતે કાતા કરવા અને ફાઇટ કેવી રીતે કરવી તેમ શીખવવામાં આવશે. ત્યારબાદ આ કેમ્પમાં તાલીમ લઇ રહેલ બાળકોની પરીક્ષા પણ લેવામાં આવશે. બપોરના આ કેમ્પનું સમાપન કરવામાં આવશે.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments